ક્ષયોપશમ) નાશ પામ્યો હોવાથી તે વિષમને પણ ( – અસમાન જાતિના પદાર્થોને પણ)
પ્રકાશે છે. અથવા, અતિ વિસ્તારથી બસ થાઓ; અનિવારિત ( – રોકી ન શકાય એવો,
અમર્યાદિત) જેનો ફેલાવ છે એવા પ્રકાશવાળું હોવાથી ક્ષાયિક જ્ઞાન અવશ્યમેવ સર્વદા સર્વત્ર સર્વથા સર્વને જાણે છે.
ભાવાર્થઃ — ક્રમપૂર્વક જાણવું, નિયત આત્મપ્રદેશેથી જ જાણવું, અમુકને જ જાણવું — ઇત્યાદિ મર્યાદાઓ મતિ -શ્રુતાદિ ક્ષાયોપશમિક જ્ઞાનમાં જ સંભવે છે. ક્ષાયિક જ્ઞાન તોઅમર્યાદિત હોવાથી યુગપદ્ સર્વ આત્મપ્રદેશેથી ત્રણે કાળના પર્યાયો સહિત સર્વ પદાર્થોને — તે પદાર્થો અનેક પ્રકારના અને વિરુદ્ધ જાતિના હોવા છતાં પણ — જાણે છે અર્થાત્ કેવળજ્ઞાનએક જ સમયે સર્વ આત્મપ્રદેશેથી સર્વ દ્રવ્ય -ક્ષેત્ર -કાળ -ભાવને જાણે છે. ૪૭.
હવે સર્વને નહિ જાણનાર એકને પણ જાણતો નથી એમ નક્કી કરે છેઃ —
જાણે નહિ યુગપદ ત્રિકાળિક ત્રિભુવનસ્થ પદાર્થને,
તેને સપર્યય એક પણ નહિ દ્રવ્ય જાણવું શક્ય છે. ૪૮.
અન્વયાર્થઃ — [यः] જે [युगपद्] એકીસાથે [त्रैकालिकान् त्रिभुवनस्थान्] ત્રૈકાલિકત્રિભુવનસ્થ ( – ત્રણે કાળના અને ત્રણે લોકના) [अर्थान्] પદાર્થોને [न विजानाति] જાણતોનથી, [तस्य] તેને [सपर्ययं] પર્યાય સહિત [एकं द्रव्यं वा] એક દ્રવ્ય પણ [ज्ञातुं न शक्यं]જાણવું શક્ય નથી.