Pravachansar (Gujarati). Gatha: 70.

< Previous Page   Next Page >


Page 121 of 513
PDF/HTML Page 152 of 544

 

background image
अथ शुभोपयोगसाध्यत्वेनेन्द्रियसुखमाख्याति
जुत्तो सुहेण आदा तिरिओ वा माणुसो व देवो वा
भूदो तावदि कालं लहदि सुहं इंदियं विविहं ।।७०।।
युक्तः शुभेन आत्मा तिर्यग्वा मानुषो वा देवो वा
भूतस्तावत्कालं लभते सुखमैन्द्रियं विविधम् ।।७०।।
अयमात्मेन्द्रियसुखसाधनीभूतस्य शुभोपयोगस्य सामर्थ्यात्तदधिष्ठानभूतानां तिर्यग्मानुष-
निर्दोषिपरमात्मा, इन्द्रियजयेन शुद्धात्मस्वरूपप्रयत्नपरो यतिः, स्वयं भेदाभेदरत्नत्रयाराधकस्तदर्थिनां
भव्यानां जिनदीक्षादायको गुरुः, पूर्वोक्तदेवतायतिगुरूणां तत्प्रतिबिम्बादीनां च यथासंभवं द्रव्यभावरूपा
पूजा, आहारादिचतुर्विधदानं च आचारादिकथितशीलव्रतानि तथैवोपवासादिजिनगुणसंपत्त्यादिविधि-

विशेषाश्व
एतेषु शुभानुष्ठानेषु योऽसौ रतः द्वेषरूपे विषयानुरागरूपे चाशुभानुष्ठाने विरतः, स जीवः
ભાવાર્થઃસર્વ દોષ રહિત પરમાત્મા તે દેવ; ભેદાભેદ રત્નત્રયના પોતે
આરાધક, તથા તે આરાધનાના અર્થી અન્ય ભવ્ય જીવોને જિનદીક્ષાના દેનાર, તે ગુરુ;
ઇન્દ્રિયજય કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં પ્રયત્નપરાયણ તે યતિ. આવા દેવ -ગુરુ -યતિની કે
તેમની પ્રતિમાની પૂજામાં, આહારાદિ ચતુર્વિધ દાનમાં, આચારાંગાદિ શાસ્ત્રોમાં કહેલાં
શીલવ્રતોમાં તથા ઉપવાસાદિક તપમાં પ્રીતિ તે ધર્માનુરાગ છે. જે આત્મા દ્વેષરૂપ અને
વિષયાનુરાગરૂપ અશુભોપયોગને ઓળંગી જઈને ધર્માનુરાગને અંગીકાર કરે છે, તે
શુભોપયોગી છે. ૬૯.
હવે ઇન્દ્રિયસુખને શુભોપયોગના સાધ્ય તરીકે (અર્થાત્ શુભોપયોગ સાધન છે અને
તેનું સાધ્ય ઇન્દ્રિયસુખ છે એમ) કહે છેઃ
શુભયુક્ત આત્મા દેવ વા તિર્યંચ વા માનવ બને;
તે પર્યયે તાવત્સમય ઇંદ્રિયસુખ વિધવિધ લહે. ૭૦.
અન્વયાર્થઃ[शुभेन युक्तः] શુભોપયોગયુક્ત [आत्मा] આત્મા [तिर्यक् वा] તિર્યંચ,
[मानुषः वा] મનુષ્ય [देवः वा] અથવા દેવ [भूतः] થઈને, [तावत्कालं] તેટલો કાળ [विविधं]
વિવિધ [ऐन्द्रियं सुखं] ઇન્દ્રિયસુખ [लभते] પામે છે.
ટીકાઃઆ આત્મા ઇન્દ્રિયસુખના સાધનભૂત શુભોપયોગના સામર્થ્યથી તેના
અધિષ્ઠાનભૂત (ઇન્દ્રિયસુખના સ્થાનભૂત -આધારભૂત એવી), તિર્યંચપણાની, મનુષ્યપણાની
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૨૧
પ્ર. ૧૬