Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 163 of 513
PDF/HTML Page 194 of 544

 

background image
समुदायात्मना द्रव्येणाभिनिर्वृत्तत्वाद्द्रव्यमयः द्रव्याणि तु पुनरेकाश्रयविस्तारविशेषात्मकै-
र्गुणैरभिनिर्वृत्तत्वाद्गुणात्मकानि पर्यायास्तु पुनरायतविशेषात्मका उक्तलक्षणैर्द्रव्यैरपि गुणैरप्य-
भिनिर्वृत्तत्वाद्द्रव्यात्मका अपि गुणात्मका अपि तत्रानेकद्रव्यात्मकैक्यप्रतिपत्तिनिबन्धनो
द्रव्यपर्यायः स द्विविधः, समानजातीयोऽसमानजातीयश्च तत्र समानजातीयो नाम यथा
अनेकपुद्गलात्मको द्वयणुकस्त्र्यणुक इत्यादि; असमानजातीयो नाम यथा जीवपुद्गलात्मको
ततश्च ‘अत्थित्तणिच्छिदस्स हि’ इत्याद्येकपञ्चाशद्गाथापर्यन्तं विशेषभेदभावना चेति द्वितीयमहाधिकारे
समुदायपातनिका
अथेदानीं सामान्यज्ञेयव्याख्यानमध्ये प्रथमा नमस्कारगाथा, द्वितीया द्रव्यगुण-
पर्यायव्याख्यानगाथा, तृतीया स्वसमयपरसमयनिरूपणगाथा, चतुर्थी द्रव्यस्य सत्तादिलक्षणत्रय-
सूचनगाथा चेति पीठिकाभिधाने प्रथमस्थले स्वतन्त्रगाथाचतुष्टयम्
तदनन्तरं ‘सब्भावो हि सहावो’
इत्यादिगाथाचतुष्टयपर्यन्तं सत्तालक्षणव्याख्यानमुख्यत्वं, तदनन्तरं ‘ण भवो भंगविहीणो’ इत्यादि-
गाथात्रयपर्यन्तमुत्पादव्ययध्रौव्यलक्षणकथनमुख्यता, ततश्च ‘पाडुब्भवदि य अण्णो’ इत्यादिगाथाद्वयेन
વિસ્તારસામાન્યસમુદાયાત્મક અને આયતસામાન્યસમુદાયાત્મક દ્રવ્યથી રચાયેલો હોવાથી
દ્રવ્યમય (દ્રવ્યસ્વરૂપ) છે. વળી દ્રવ્યો એક જેમનો આશ્રય છે એવા વિસ્તારવિશેષોસ્વરૂપ
ગુણોથી રચાયેલાં (ગુણોનાં બનેલાં) હોવાથી ગુણાત્મક છે. વળી પર્યાયોકે જેઓ
આયતવિશેષોસ્વરૂપ છે તેઓજેમનાં લક્ષણ (ઉપર) કહેવામાં આવ્યાં એવાં દ્રવ્યોથી તેમ
જ ગુણોથી રચાયેલ હોવાથી દ્રવ્યાત્મક પણ છે, ગુણાત્મક પણ છે. તેમાં, અનેકદ્રવ્યાત્મક
એકતાની
પ્રતિપત્તિના કારણભૂત દ્રવ્યપર્યાય છે. તે દ્વિવિધ છેઃ (૧) સમાનજાતીય અને
(૨) અસમાનજાતીય. ત્યાં, (૧) સમાનજાતીય તેજેવા કે અનેકપુદ્ગલાત્મક દ્વિ -અણુક,
૧. વિસ્તારસામાન્યસમુદાય = વિસ્તારસામાન્યરૂપ સમુદાય. વિસ્તાર એટલે પહોળાઈ. દ્રવ્યના પહોળાઈ-
અપેક્ષાના (એક સાથે રહેનારા, સહભાવી) ભેદોને (વિસ્તારવિશેષોને) ગુણો કહેવામાં આવે છે;
જેમ કે જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે જીવદ્રવ્યના વિસ્તાર -વિશેષો અર્થાત્ ગુણો છે. તે વિસ્તાર-
વિશેષોમાં રહેલા વિશેષપણાને ગૌણ કરીએ તો એ બધામાં એક આત્માપણારૂપ સામાન્યપણું ભાસે
છે. આ વિસ્તારસામાન્ય (અથવા વિસ્તારસામાન્યસમુદાય) તે દ્રવ્ય છે.
૨. આયતસામાન્યસમુદાય = આયતસામાન્યરૂપ સમુદાય. આયત એટલે લંબાઈ અર્થાત્ કાળ -અપેક્ષિત
પ્રવાહ. દ્રવ્યના લંબાઈ -અપેક્ષાના (એક પછી એક પ્રવર્તતા, ક્રમભાવી, કાળ -અપેક્ષિત) ભેદોને
(આયતવિશેષોને) પર્યાયો કહેવામાં આવે છે. તે ક્રમભાવી પર્યાયોમાં પ્રવર્તતા વિશેષપણાને ગૌણ
કરીએ તો એક દ્રવ્યપણારૂપ સામાન્યપણું જ ભાસે છે. આ આયતસામાન્ય (અથવા
આયતસામાન્યસમુદાય) તે દ્રવ્ય છે.
૩. અનંત ગુણોનો આશ્રય એક દ્રવ્ય છે.
૪. પ્રતિપત્તિ = પ્રાપ્તિ; જ્ઞાન; સ્વીકાર.
૫. દ્વિ -અણુક = બે અણુનો બનેલો સ્કંધ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૧૬૩