क्रमप्रवृत्तिमासाद्य तत्तद्वयतिरेकमापन्नाभिर्हेमाङ्गदादिपर्यायमात्रीक्रियेत । ततो द्रव्यार्थादेशा-
त्सदुत्पादः, पर्यायार्थादेशादसत् इत्यनवद्यम् ।।१११।।
अथ सदुत्पादमनन्यत्वेन निश्चिनोति —
जीवो भवं भविस्सदि णरोऽमरो वा परो भवीय पुणो ।
किं दव्वत्तं पजहदि ण जहं अण्णो कहं होदि ।।११२।।
ક્રમપ્રવૃત્તિ પામીને તે તે વ્યતિરેકવ્યકિતપણાને પામતી થકી સુવર્ણને બાજુબંધઆદિ પર્યાયમાત્ર
( – પર્યાયમાત્રરૂપ) કરે છે તેમ.
માટે દ્રવ્યાર્થિક કથનથી સત્ -ઉત્પાદ છે, પર્યાયાર્થિક કથનથી અસત્ -ઉત્પાદ છે —
તે વાત અનવદ્ય (નિર્દોષ, અબાધ્ય) છે.
ભાવાર્થઃ — જે પહેલાં હયાત હોય તેની જ ઉત્પત્તિને સત્ -ઉત્પાદ કહે છે અને
જે પહેલાં હયાત ન હોય તેની ઉત્પત્તિને અસત્ -ઉત્પાદ કહે છે. જ્યારે પર્યાયોને ગૌણ
કરીને દ્રવ્યનું મુખ્યપણે કથન કરવામાં આવે છે, ત્યારે તો જે હયાત હતું તે જ ઉત્પન્ન
થાય છે (કારણ કે દ્રવ્ય તો ત્રણે કાળે હયાત છે); તેથી દ્રવ્યાર્થિક નયથી તો દ્રવ્યને સત્-
ઉત્પાદ છે. અને જ્યારે દ્રવ્યને ગૌણ કરીને પર્યાયોનું મુખ્યપણે કથન કરવામાં આવે છે,
ત્યારે જે હયાત નહોતું તે ઉત્પન્ન થાય છે (કારણ કે વર્તમાન પર્યાય ભૂતકાળે હયાત
નહોતો), તેથી પર્યાયાર્થિક નયથી દ્રવ્યને અસત્ -ઉત્પાદ છે.
અહીં એ લક્ષમાં રાખવું કે દ્રવ્ય અને પર્યાયો જુદી જુદી વસ્તુઓ નથી; તેથી
પર્યાયોની વિવક્ષા વખતે પણ, અસત્ -ઉત્પાદમાં, જે પર્યાયો છે તે દ્રવ્ય જ છે, અને
દ્રવ્યની વિવક્ષા વખતે પણ, સત્ -ઉત્પાદમાં, જે દ્રવ્ય છે તે પર્યાયો જ છે. ૧૧૧.
હવે (સર્વ પર્યાયોમાં દ્રવ્ય અનન્ય છે અર્થાત્ તેનું તે જ છે માટે તેને સત્ -ઉત્પાદ
છે – એમ) સત્ -ઉત્પાદને અનન્યપણા વડે નક્કી કરે છેઃ —
જીવ પરિણમે તેથી નરાદિક એ થશે; પણ તે -રૂપે
શું છોડતો દ્રવ્યત્વને? નહિ છોડતો ક્યમ અન્ય એ?૧૧૨.
पुनरसद्भावनिबद्ध एवोत्पादः । कस्मादिति चेत् । पूर्वपर्यायादन्यत्वादिति । यथेदं जीवद्रव्ये सदुत्पादा-
सदुत्पादव्याख्यानं कृतं तथा सर्वद्रव्येषु यथासंभवं ज्ञातव्यमिति ।।१११।। अथ पूर्वोक्तमेव सदुत्पादं
द्रव्यादभिन्नत्वेन विवृणोति — जीवो जीवः कर्ता भवं भवन् परिणमन् सन् भविस्सदि भविष्यति तावत् ।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૧૯