वदिवददो तं देसं तस्सम समओ तदो परो पुव्वो ।
जो अत्थो सो कालो समओ उप्पण्णपद्धंसी ।।१३९।।
व्यतिपततस्तं देशं तत्समः समयस्ततः परः पूर्वः ।
योऽर्थः स कालः समय उत्पन्नप्रध्वंसी ।।१३९।।
यो हि येन प्रदेशमात्रेण कालपदार्थेनाकाशस्य प्रदेशोऽभिव्याप्तस्तं प्रदेशं मन्द-
गत्यातिक्रमतः परमाणोस्तत्प्रदेशमात्रातिक्रमणपरिमाणेन तेन समो यः कालपदार्थ-
सूक्ष्मवृत्तिरूपसमयः स तस्य कालपदार्थस्य पर्यायस्ततः एवंविधात्पर्यायात्पूर्वोत्तरवृत्तिवृत्तत्वेन-
पुद्गलपरमाणोर्व्यतिपततो मन्दगत्या गच्छतः । कं कर्मतापन्नम् । तं देसं तं पूर्वगाथोदितं
कालाणुव्याप्तमाकाशप्रदेशम् । तस्सम तेन कालाणुव्याप्तैकप्रदेशपुद्गलपरमाणुमन्दगतिगमनेन समः
समानः सदृशस्तत्समः समओ कालाणुद्रव्यस्य सूक्ष्मपर्यायभूतः समयो व्यवहारकालो भवतीति
पर्यायव्याख्यानं गतम् । तदो परो पुव्वो तस्मात्पूर्वोक्तसमयरूपकालपर्यायात्परो भाविकाले पूर्वमतीतकाले
च जो अत्थो यः पूर्वापरपर्यायेष्वन्वयरूपेण दत्तपदार्थो द्रव्यं सो कालो स कालः कालपदार्थो भवतीति
द्रव्यव्याख्यानम् । समओ उप्पण्णपद्धंसी स पूर्वोक्तसमयपर्यायो यद्यपि पूर्वापरसमयसन्तानापेक्षया
તે દેશના અતિક્રમણ સમ છે ‘સમય’, તત્પૂર્વાપરે
જે અર્થ છે તે કાળ છે, ઉત્પન્નધ્વંસી ‘સમય’ છે.૧૩૯.
અન્વયાર્થઃ — [तं देशं व्यतिपततः] પરમાણુ એક આકાશપ્રદેશને (મંદ ગતિથી)
ઓળંગે ત્યારે [तत्समः] તેના બરાબર જે વખત તે [समयः] ‘સમય’ છે; [ततः पूर्वः परः]
‘સમય’ની પૂર્વે તેમ જ પછી એવો (નિત્ય) [यः अर्थः] જે પદાર્થ છે [सः कालः] તે કાળદ્રવ્ય
છે; [समयः उत्पन्नप्रध्वंसी] ‘સમય’ ઉત્પન્નધ્વંસી છે.
ટીકાઃ — કોઈ પ્રદેશમાત્ર કાળપદાર્થ વડે આકાશનો જે પ્રદેશ વ્યાપ્ત હોય તે
પ્રદેશને જ્યારે પરમાણુ મંદ ગતિથી અતિક્રમે (ઓળંગે) ત્યારે તે ૧પ્રદેશમાત્ર -અતિક્રમણના
૨પરિમાણના બરાબર જે કાળપદાર્થની સૂક્ષ્મવૃત્તિરૂપ ‘સમય’ તે, તે કાળપદાર્થનો પર્યાય છે;
અને આવા તે પર્યાયના પહેલાંની તેમ જ પછીની ૩વૃત્તિરૂપે વર્તતો હોવાને લીધે જેનું નિત્યત્વ
૨૭૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
૧. અતિક્રમણ = ઓળંગવું તે
૨. પરિમાણ = માપ
૩. વૃત્તિ = વર્તવું તે; પરિણતિ. (કાળપદાર્થ વર્તમાન સમય પહેલાંની પરિણતિરૂપે તેમ જ તેના પછીની
પરિણતિરૂપે વર્તતો -પરિણમતો હોવાથી તેનું નિત્યપણું પ્રગટ છે.)