वि भविया तं जाणह सम्ममाहप्पं’’ ।।१४४।। एवं निश्चयकालव्याख्यानमुख्यत्वेनाष्टमस्थले गाथात्रयं
गतम् । इति पूर्वोक्तप्रकारेण ‘दव्वं जीवमजीवं’ इत्याद्येकोनविंशतिगाथाभिः स्थलाष्टकेन विशेष-
ज्ञेयाधिकारः समाप्तः ।। अतः परं शुद्धजीवस्य द्रव्यभावप्राणैः सह भेदनिमित्तं ‘सपदेसेहिं समग्गो’
सपदेसेहिं समग्गो लोगो अट्ठेहिं णिट्ठिदो णिच्चो ।
जो तं जाणदि जीवो पाणचदुक्काभिसंबद्धो ।।१४५।।
सप्रदेशैः समग्रो लोकोऽर्थैर्निष्ठितो नित्यः ।
यस्तं जानाति जीवः प्राणचतुष्काभिसम्बद्धः ।।१४५।।
एवमाकाशपदार्थादाकालपदार्थाच्च समस्तैरेव संभावितप्रदेशसद्भावैः पदार्थैः समग्र
एव यः समाप्तिं नीतो लोकस्तं खलु तदन्तःपातित्वेऽप्यचिन्त्यस्वपरपरिच्छेदशक्तिसंपदा जीव
एव जानीते, नत्वितरः । एवं शेषद्रव्याणि ज्ञेयमेव, जीवद्रव्यं तु ज्ञेयं ज्ञानं चेति ज्ञान-
ज्ञेयविभागः । अथास्य जीवस्य सहजविजृम्भितानन्तज्ञानशक्तिहेतुके त्रिसमयावस्थायित्वलक्षणे
સપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુનિત્ય છે;
તસુ જાણનારો જીવ, પ્રાણચતુષ્કથી સંયુક્ત જે.૧૪૫.
અન્વયાર્થઃ — [सप्रदेशैः अर्थैः] સપ્રદેશ પદાર્થો વડે [निष्ठितः] ૧સમાપ્તિ પામેલો
[समग्रः लोकः] આખો લોક [नित्यः] નિત્ય છે. [तं] તેને [यः जानाति] જે જાણે છે [जीवः]
તે જીવ છે — [प्राणचतुष्काभिसंबद्धः] કે જે (સંસારદશામાં) ચાર પ્રાણોથી સંયુક્ત છે.
ટીકાઃ — એ પ્રમાણે, પ્રદેશનો સદ્ભાવ જેમને ફલિત થયો છે એવા જે
આકાશપદાર્થથી માંડીને કાળપદાર્થ સુધીના બધાય પદાર્થો તેમના વડે સમાપ્તિ પામેલો જે
આખોય લોક, તેને ખરેખર તેમાં ૨અંતઃપાતી હોવા છતાં અચિંત્ય એવી સ્વ -પરને
જાણવાની શક્તિરૂપ સંપદા વડે જીવ જ જાણે છે, પરંતુ બીજું કોઈ જાણતું નથી. એ રીતે
બાકીનાં દ્રવ્યો જ્ઞેય જ છે અને જીવદ્રવ્ય તો જ્ઞેય તેમ જ જ્ઞાન છે; — આમ જ્ઞાન અને
જ્ઞેયનો વિભાગ છે.
હવે આ જીવને, સહજપણે પ્રગટ (સ્વભાવથી જ પ્રગટ) એવી અનંતજ્ઞાનશક્તિ જેનો
હેતુ છે અને ત્રણે કાળે અવસ્થાયીપણું (ટકવાપણું) જેનું લક્ષણ છે એવું, વસ્તુના સ્વરૂપભૂત
૧. છ દ્રવ્યોથી જ આખો લોક સમાપ્ત થાય છે અર્થાત્ તે દ્રવ્યો ઉપરાન્ત બીજું કાંઈ લોકમાં નથી.
૨. અંતઃપાતી = અંદર આવી જતો; અંદર સમાઈ જતો. (જીવ લોકની અંદર આવી જાય છે.)
૨૮૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-