Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 3 of 513
PDF/HTML Page 34 of 544

 

background image
[આ રીતે મંગળાચરણ અને ટીકા કરવાની પ્રતિજ્ઞા કરીને, ભગવાન કુંદકુંદાચાર્ય-
દેવવિરચિત પ્રવચનસારની પહેલી પાંચ ગાથાઓના પ્રારંભમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ તે
ગાથાઓની ઉત્થાનિકા કરે છેઃ ]
હવે, સંસારસમુદ્રનો કિનારો જેમને નિકટ છે એવા કોઈ (આસન્નભવ્ય મહાત્મા
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ), સાતિશય (ઉત્તમ) વિવેકજ્યોતિ જેમને પ્રગટ થઈ છે (અર્થાત
પરમ ભેદવિજ્ઞાનનો પ્રકાશ જેમને ઉત્પન્ન થયો છે) અને સમસ્ત એકાન્તવાદરૂપ અવિદ્યાનો
અભિનિવેશ જેમને અસ્ત થયો છે એવા, પારમેશ્વરી (પરમેશ્વર જિનભગવાનની)
અનેકાન્તવાદવિદ્યાને પામીને, સમસ્ત પક્ષનો પરિગ્રહ (શત્રુમિત્રાદિનો સમસ્ત પક્ષપાત) છોડ્યો
હોવાથી અત્યંત મધ્યસ્થ થઈને,
સર્વ પુરુષાર્થમાં સારભૂત હોવાથી જે આત્માને અત્યંત
હિતતમ છે એવી, ભગવંત પંચપરમેષ્ઠીના પ્રસાદથી ઊપજવાયોગ્ય, પરમાર્થસત્ય
(પારમાર્થિક રીતે સાચી), અક્ષય (અવિનાશી) મોક્ષલક્ષ્મીને ઉપાદેયપણે નક્કી કરતા થકા,
પ્રવર્તમાન તીર્થના નાયક (શ્રી મહાવીરસ્વામી) પૂર્વક ભગવંત પંચપરમેષ્ઠીને પ્રણમન અને
વંદનથી થતા નમસ્કાર વડે સંભાવીને (સન્માનીને) સર્વ આરંભથી (ઉદ્યમથી) મોક્ષમાર્ગનો
આશ્રય કરતા થકા, પ્રતિજ્ઞા કરે છેઃ
अथ खलु कश्चिदासन्नसंसारपारावारपारः समुन्मीलितसातिशयविवेकज्योतिरस्तमित-
समस्तैकान्तवादाविद्याभिनिवेशः पारमेश्वरीमनेकान्तवादविद्यामुपगम्य मुक्तसमस्तपक्षपरिग्रह-
तयात्यन्तमध्यस्थो भूत्वा सकलपुरुषार्थसारतया नितान्तमात्मनो हिततमां भगवत्पञ्चपरमेष्ठि-
प्रसादोपजन्यां परमार्थसत्यां मोक्षलक्ष्मीमक्षयामुपादेयत्वेन निश्चिन्वन् प्रवर्तमानतीर्थनायक-
पुरःसरान् भगवतः पञ्चपरमेष्ठिनः प्रणमनवन्दनोपजनितनमस्करणेन सम्भाव्य सर्वारम्भेण
मोक्षमार्गं संप्रतिपद्यमानः प्रतिजानीते
अथ कश्चिदासन्नभव्यः शिवकुमारनामा स्वसंवित्तिसमुत्पन्नपरमानन्दैकलक्षणसुखामृतविपरीत-
चतुर्गतिसंसारदुःखभयभीतः, समुत्पन्नपरमभेदविज्ञानप्रकाशातिशयः, समस्तदुर्नयैकान्तनिराकृतदुराग्रहः,
परित्यक्तसमस्तशत्रुमित्रादिपक्षपातेनात्यन्तमध्यस्थो भूत्वा धर्मार्थकामेभ्यः सारभूतामत्यन्तात्महिताम-

विनश्वरां पंचपरमेष्ठिप्रसादोत्पन्नां मुक्तिश्रियमुपादेयत्वेन स्वीकुर्वाणः, श्रीवर्धमानस्वामितीर्थकरपरमदेव-

प्रमुखान् भगवतः पंचपरमेष्ठिनो द्रव्यभावनमस्काराभ्यां प्रणम्य परमचारित्रमाश्रयामीति प्रतिज्ञां करोति
૧. અભિનિવેશ=અભિપ્રાય; નિશ્ચય; આગ્રહ.
૨. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષ -અર્થોમાં (પુરુષ -પ્રયોજનોમાં) મોક્ષ જ સારભૂત (શ્રેષ્ઠ, તાત્ત્વિક)
પુરુષ -અર્થ છે.
૩. હિતતમ=ઉત્કૃષ્ટ હિતસ્વરૂપ
૪. પ્રસાદ=પ્રસન્નતા; કૃપા.
૫. ઉપાદેય=ગ્રહણ કરવા યોગ્ય. (મોક્ષરૂપી લક્ષ્મી હિતતમ, સાચી અને અવિનાશી હોવાથી ઉપાદેય છે.)
૬.
પ્રણમન=દેહથી નમવું તે. વંદન=વચનથી સ્તુતિ કરવી તે. (નમસ્કારમાં પ્રણમન અને વંદન બંને સમાય છે.)
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન