હવે બીજાઓને ચરણાનુયોગ સૂચવનારી ૧ચૂલિકા છે.
[તેમાં પ્રથમ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ શ્લોક દ્વારા હવેની ગાથાની ઉત્થાનિકા કરે છેઃ]
[અર્થઃ — ] દ્રવ્યની સિદ્ધિમાં ચરણની સિદ્ધિ છે અને ચરણની સિદ્ધિમાં દ્રવ્યની
સિદ્ધિ છે — એમ જાણીને, કર્મથી (શુભાશુભ ભાવોથી) નહિ વિરમેલા બીજાઓ પણ દ્રવ્યથી
અવિરુદ્ધ ચરણ (ચારિત્ર) આચરો.
— આમ (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ હવેની ગાથા દ્વારા) બીજાઓને ચરણ
આચરવામાં જોડે છે.
अथ परेषां चरणानुयोगसूचिका चूलिका ।
तत्र —
“द्रव्यस्य सिद्धौ चरणस्य सिद्धिः
द्रव्यस्य सिद्धिश्चरणस्य सिद्धौ ।
बुद्ध्वेति कर्माविरताः परेऽपि
द्रव्याविरुद्धं चरणं चरन्तु ।।१३।।
इति चरणाचरणे परान् प्रयोजयति —
–
૩ –
ચરણાનુયોગસૂચક ચૂલિકા
*ઇન્દ્રવજ્રા છંદ
૧. ચૂલિકા = શાસ્ત્રમાં નહિ કહેવાઈ ગયેલાનું વ્યાખ્યાન કરવું અથવા કહેવાઈ ગયેલાનું વિશેષ વ્યાખ્યાન
કરવું અથવા બન્નેનું યથાયોગ્ય વ્યાખ્યાન કરવું તે.
कार्यं प्रत्यत्रैव ग्रन्थः समाप्त इति ज्ञातव्यम् । कस्मादिति चेत् । ‘उवसंपयामि सम्मं’ इति
प्रतिज्ञासमाप्तेः । अतःपरं यथाक्रमेण सप्ताधिकनवतिगाथापर्यन्तं चूलिकारूपेण चारित्राधिकारव्याख्यानं
प्रारभ्यते । तत्र तावदुत्सर्गरूपेण चारित्रस्य संक्षेपव्याख्यानम् । तदनन्तरमपवादरूपेण तस्यैव चारित्रस्य
विस्तरव्याख्यानम् । ततश्च श्रामण्यापरनाममोक्षमार्गव्याख्यानम् । तदनन्तरं शुभोपयोगव्याख्यान-
मित्यन्तराधिकारचतुष्टयं भवति । तत्रापि प्रथमान्तराधिकारे पञ्च स्थलानि । ‘एवं पणमिय सिद्धे’
इत्यादिगाथासप्तकेन दीक्षाभिमुखपुरुषस्य दीक्षाविधानकथनमुख्यतया प्रथमस्थलम् । अतःपरं
‘वदसमिदिंदिय’ इत्यादि मूलगुणकथनरूपेण द्वितीयस्थले गाथाद्वयम् । तदनन्तरं गुरुव्यवस्थाज्ञापनार्थं
૩૭૨