Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 389 of 513
PDF/HTML Page 420 of 544

 

background image
लिङ्गग्रहणे तेषां गुरुरिति प्रव्रज्यादायको भवति
छेदयोरुपस्थापकाः शेषा निर्यापकाः श्रमणाः ।।२१०।।
यतो लिङ्गग्रहणकाले निर्विकल्पसामायिकसंयमप्रतिपादकत्वेन यः किलाचार्यः
प्रव्रज्यादायकः स गुरुः, यः पुनरनन्तरं सविकल्पच्छेदोपस्थापनसंयमप्रतिपादकत्वेन छेदं
प्रत्युपस्थापकः स निर्यापकः, योऽपि छिन्नसंयमप्रतिसन्धानविधानप्रतिपादकत्वेन छेदे
सत्युपस्थापकः सोऽपि निर्यापक एव
ततश्छेदोपस्थापकः परोऽप्यस्ति ।।२१०।।
અન્વયાર્થઃ[लिंगग्रहणे] લિંગગ્રહણ વખતે [प्रव्रज्यादायकः भवति] જે પ્રવ્રજ્યાદાયક
(દીક્ષા દેનાર) છે તે [तेषां गुरुः इति] તેમના ગુરુ છે અને [छेदयोः उपस्थापकाः] જે છેદદ્વયે
ઉપસ્થાપક છે [એટલે કે (૧) જે ભેદોમાં સ્થાપિત કરે છે તેમ જ (૨) જે સંયમમાં છેદ
થતાં ફરી સ્થાપિત કરે છે]
[शेषाः श्रमणाः] તે શેષ શ્રમણો [निर्यापकाः] નિર્યાપક છે.
ટીકાઃજે આચાર્ય લિંગગ્રહણકાળે નિર્વિકલ્પ સામાયિકસંયમના પ્રતિપાદક
હોવાથી પ્રવ્રજ્યાદાયક છે, તે ગુરુ છે; અને ત્યાર પછી તુરત જે (આચાર્ય) સવિકલ્પ
છેદોપસ્થાપનસંયમના પ્રતિપાદક હોવાથી ‘છેદ પ્રત્યે ઉપસ્થાપક (
ભેદમાં સ્થાપનાર)’ છે,
તે નિર્યાપક છે; તેમ જ જે (આચાર્ય) છિન્ન સંયમના પ્રતિસંધાનની વિધિના પ્રતિપાદક
હોવાથી ‘છેદ થતાં ઉપસ્થાપક (સંયમમાં છેદ થતાં ફરી તેમાં સ્થાપિત કરનાર)’ છે, તે
પણ નિર્યાપક જ છે. તેથી છેદોપસ્થાપક પર પણ હોય છે. ૨૧૦.
सूत्रद्वयं गतम् अथास्य तपोधनस्य प्रव्रज्यादायक इवान्योऽपि निर्यापकसंज्ञो गुरुरस्ति इति
गुरुव्यवस्थां निरूपयतिलिंगग्गहणे तेसिं लिङ्गग्रहणे तेषां तपोधनानां गुरु त्ति होदि गुरुर्भवतीति
कः पव्वज्जदायगो निर्विकल्पसमाधिरूपपरमसामायिकप्रतिपादको योऽसौ प्रव्रज्यादायकः स एव
दीक्षागुरुः, छेदेसु अ वट्टगा छेदयोश्च वर्तकाः ये सेसा णिज्जावगा समणा ते शेषाः श्रमणा निर्यापका भवन्ति
शिक्षागुरवश्च भवन्तीति अयमत्रार्थःनिर्विकल्पसमाधिरूपसामायिकस्यैकदेशेन च्युतिरेकदेशच्छेदः,
૧. છેદદ્વય = બે પ્રકારના છેદ. [અહીં, (૧) સંયમમાં જે ૨૮ મૂળગુણરૂપ ભેદ પડે તેને પણ છેદ કહેલ
છે અને (૨) ખંડનને અથવા દોષને પણ છેદ કહેલ છે.]
૨. નિર્યાપક = નિર્વાહ કરનાર; સદુપદેશથી દ્રઢ કરનાર; શિક્ષાગુરુ; શ્રુતગુરુ.
૩. છિન્ન = છેદ પામેલો; ખંડિત; તૂટેલો; દોષપ્રાપ્ત.
૪. પ્રતિસંધાન = ફરીને સાંધવું તે; સંધાન; સંધાણ; જોડી દેવું તે; દોષ ટાળીને સરખું (દોષ વિનાનું)
કરી દેવું તે.
૫. છેદોપસ્થાપકના બે અર્થ છેઃ (૧) જે ‘છેદ (ભેદ) પ્રત્યે ઉપસ્થાપક’ છે અર્થાત્ જે ૨૮ મૂળગુણરૂપ
ભેદો સમજાવી તેમાં સ્થાપિત કરે છે તે છેદોપસ્થાપક છે; તેમ જ (૨) જે ‘છેદ થતાં ઉપસ્થાપક’
છે એટલે કે સંયમ છિન્ન (ખંડિત) થતાં ફરી તેમાં સ્થાપિત કરે છે તે પણ છેદોપસ્થાપક છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૮૯