અર્પણ
જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે,
જેમની પ્રેરણાથી પ્રવચનસારનો આ અનુવાદ થયો છે,
જેઓ જિનપ્રવચનના પરમ ભક્ત અને મર્મજ્ઞ છે,
જેઓ જિનપ્રવચનના હાર્દને અનુભવી નિજ કલ્યાણ
સાધી રહ્યા છે અને ભારતવર્ષના ભવ્ય જીવોેેેેેેેેને
કલ્યાણપંથે દોરી રહ્યા છે, જેઓ જિનપ્રવચનના સારરુપ
ભેદવિજ્ઞાનના અને શુદ્ધાત્મપ્રવૃત્તિના આ કાળે આ ક્ષેત્રે
સર્વોત્કૃષ્ટ પ્રભાવક છે, તે પરમપૂજ્ય પરમોપકારી
સદ્ગુરુદેવ(શ્રી કાનજીસ્વામી)ને આ અનુવાદ -પુષ્પ
અત્યંત ભક્તિભાવે અર્પણ કરું છું.
— અનુવાદક