Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 56 of 513
PDF/HTML Page 87 of 544

 

૫૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-

यथा भगवान् युगपत्परिणतसमस्तचैतन्यविशेषशालिना केवलज्ञानेनानादिनिधन- निष्कारणासाधारणस्वसंचेत्यमानचैतन्यसामान्यमहिम्नश्चेतकस्वभावेनैकत्वात् केवलस्यात्मन आत्मनात्मनि संचेतनात् केवली, तथायं जनोऽपि क्रमपरिणममाणकतिपयचैतन्यविशेष- शालिना श्रुतज्ञानेनानादिनिधननिष्कारणासाधारणस्वसंचेत्यमानचैतन्यसामान्यमहिम्नश्चेतक- स्वभावेनैकत्वात् केवलस्यात्मन आत्मनात्मनि संचेतनात् श्रुतकेवली अलं विशेषा- कांक्षाक्षोभेण, स्वरूपनिश्चलैरेवावस्थीयते ।।३३।। विजानाति विशेषेण जानाति विषयसुखानन्दविलक्षणनिजशुद्धात्मभावनोत्थपरमानन्दैकलक्षणसुख- रसास्वादेनानुभवति कम् अप्पाणं निजात्मद्रव्यम् जाणगं ज्ञायकं केवलज्ञानस्वरूपम् केन कृत्वा सहावेण समस्तविभावरहितस्वस्वभावेन तं सुयकेवलिं तं महायोगीन्द्रं श्रुतकेवलिनं भणंति कथयन्ति के कर्तारः इसिणो ऋषयः किंविशिष्टाः लोगप्पदीवयरा लोकप्रदीपक रा लोकप्रकाशका इति अतो विस्तरः ---युगपत्परिणतसमस्तचैतन्यशालिना केवलज्ञानेन अनाद्यनन्तनिष्कारणान्य- द्रव्यासाधारणस्वसंवेद्यमानपरमचैतन्यसामान्यलक्षणस्य परद्रव्यरहितत्वेन केवलस्यात्मन आत्मनि स्वानुभवनाद्यथा भगवान् केवली भवति, तथायं गणधरदेवादिनिश्चयरत्नत्रयाराधकजनोऽपि

ટીકાઃજેમ ભગવાન, યુગપદ્ પરિણમતા સમસ્ત ચૈતન્યવિશેષોવાળા કેવળજ્ઞાન વડે, અનાદિનિધન -નિષ્કારણ -અસાધારણ -સ્વસંવેદ્યમાન ચૈતન્યસામાન્ય જેનો મહિમા છે તથા ચેતકસ્વભાવ વડે એકપણું હોવાથી જે કેવળ (એકલો, નિર્ભેળ, શુદ્ધ, અખંડ) છે એવા આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે કેવળી છે; તેમ અમે પણ, ક્રમે પરિણમતા કેટલાક ચૈતન્યવિશેષોવાળા શ્રુતજ્ઞાન વડે, અનાદિનિધન- નિષ્કારણ -અસાધારણ -સ્વસંવેદ્યમાન ચૈતન્યસામાન્ય જેનો મહિમા છે તથા ચેતકસ્વભાવ વડે એકપણું હોવાથી જે કેવળ (-નિર્ભેળ) છે એવા આત્માને આત્માથી આત્મામાં અનુભવવાને લીધે શ્રુતકેવળી છીએ. (માટે) વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાઓ; સ્વરૂપનિશ્ચળ જ રહીએ છીએ. ૧. અનાદિનિધન = અનાદિ -અનંત. (ચૈતન્યસામાન્ય આદિ તેમ જ અંત રહિત છે.) ૨. નિષ્કારણ = જેનું કોઈ કારણ નથી એવું; સ્વયંસિદ્ધ; સહજ. ૩. અસાધારણ = જે બીજા કોઈ દ્રવ્યમાં નથી એવું ૪. સ્વસંવેદ્યમાન = પોતાથી જ વેદાતુંઅનુભવાતું ૫. ચેતક = ચેતનાર; દર્શકજ્ઞાયક. ૬. આત્મા નિશ્ચયથી પરદ્રવ્યના તેમ જ રાગદ્વેષાદિના સંયોગ વિનાનો તથા ગુણપર્યાયના ભેદો વિનાનો,

માત્ર ચેતકસ્વભાવરૂપ જ છે; તેથી પરમાર્થે તે કેવળ (અર્થાત્ એકલો, નિર્ભેળ, શુદ્ધ, અખંડ) છે.