લીટી) “નિરપેક્ષ હોવાને લીધે અનાદિ– અનંત હોવાથી” છે ને...! “તથા અહેતુક” અનાદિ-અનંત
છે તેને હેતુ કોણ...? આહા.... હા... હા... વળી એને ઉત્પાદ- વ્યય ને ધ્રૌવ્ય સાધન (હેતુ) કહ્યું! પણ
એ તો ‘મૂળસાધન’ પણે છે’ આહા... હા... હા...! કેટલું લોજીક નાખ્યું છે. ન્યાયથી (કહ્યું છે પણ)
માણસો મધ્યસ્થ થઈને (સમજતા નથી કે) શાસ્ત્રનો આશય શું છે! એ કાઢે! સમજે નહી ને
આડાઅવળા ગોટા કરીને અર્થ ઊભા કરે. આહા... હા...! એ સોનગઢનો સિદ્ધાંત એકાંત છે. એકાંતે,
એકાંત છે એમ કહેવાનું જૈનધર્મમાં બહુ સહેલું થઈ ગયું! અરે ભગવાન બાપુ. તારુ એકાંત તું કહેવા
જઈશ? નિર્મળ પર્યાય તે દ્રવ્યને પહોચે! એ તો આપણે આવી ગયું ને...! નિર્મળ પર્યાય તેને -
દ્રવ્યને પકડે છે. રાગ ત્યાં છે માટે તે સાધન નથી. એમ આવી ગયું છે પહેલાં આમાં. ભગવાન
મહાપ્રભુ! એક સમયના પરમાત્મસ્વરૂપે જ પ્રભુ છે. પરમાત્મ સ્વભાવ એનો હીણો ઓછો અધિક છે
નહિં. એનું સિદ્ધપણું-તેની સમ્યગ્દર્શનની પર્યાય, જ્ઞાનની પર્યાયમાં જે અનાદિ અનંત છે એમ (દ્રવ્ય)
સિદ્ધ થાય છે. અહીંયાં તો અસ્તિત્વગુણની વાત કરી છે પણ આ તો આત્મા ઉપર (ઉતાર્યુ છે) “અહેતુક
એકરૂપ પરિણતિએ સદાય પરિણમતું હોવાને લીધે” જોયું? પરિણતિએ પરિણમતું હોવાને લીધે (એટલે
પર્યાય) એમ પણ ધ્રુવદ્રવ્ય એમ નહીં”
પરિણમે છે, પર્યાયમાં પણ અંશરૂપે (છે) પણ એ દ્રવ્ય, ગુણ ને પર્યાય એક જ છે બધું આહા... હા..
હા... હા...! ભાઈ, અમારે ધરમ કરવો જોઈએ; આ વાતને શું? બાપુ, ધરમ કરવો હોય ત્યારે (તો
સમજવું પડશે કે) ધરમ કરનાર કોણ? એ પર્યાય છે કે દ્રવ્ય? અને કયા દ્રવ્યને આશ્રયે એ પર્યાય
થાય? એની ખબર ય નહીં ને ધરમ થાય ક્યાંથી તને?
સમ્યગ્દર્શન (પર્યાય) દ્રવ્યને સિદ્ધ કરે છે, કે આ અંશ છે એ આખા દ્રવ્યનો છે. આહા... હા... હા...
હા!!
‘નથી’ એમ થાય તો વિભાવ થાય. પણ ‘નથી’ એમ થાય ક્યાંથી એમાં? આહા.... હા... હા...
અસ્તિત્વગુણ પણ વિભાવધર્મથી ભિન્ન પ્રકારનો’ છે.
ગુણ પર્યાયોથી જ નિષ્પન્ન થાય છે. શું કીધુ