Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 6 of 540
PDF/HTML Page 15 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૬
આહા...હા! અહીં તો નિર્ણય કરનારી પર્યાય છે એ પર્યાય છે એ (પર્યાય) એમ નિર્ણય કરે
છે કેઃ આ કાયમનું રહેલું ચૈતન્ય જ્ઞાયકભાવ, તેને આ દ્રવ્ય (આત્મા) સાથે સંબંધ છે. એને કોઈ
બાહ્ય (પદાર્થ) સાથે સંબંધ છે નહીં. (અહીં) (ગુણોની) એટલી સ્વતંત્રતા સિદ્ધ કરવા (આ) કહ્યું
છે. ગુણ સ્વતંત્ર છે પણ છે તો દ્રવ્યમાં ને..? કંઈ ગુણ અદ્ધર છે...? પર્યાય છે એ (દ્રવ્યથી) ભિન્ન
છે, દ્રવ્યને ગુણ એ બે તો અભિન્ન (અભેદ) છે...! શું કહ્યું...? (કેઃ) ગુણની સ્વતંત્રતા વઈ જાય છે
એમ આહીં નથી. કેમ કે ગુણ નિત્ય છે અને એનો આધાર આત્મા પણ નિત્ય છે એ તો અભેદ છે.
પર્યાયની જેમ (ભેદ) નથી. ખરેખર (તો) પર્યાયની ઉત્પત્તિમાં દ્રવ્ય એને પહોંચી વળે છે. એમ જે
કહ્યું છે (છે). વળી પર્યાયને દ્રવ્ય પહોંચી વળે છે, દ્રવ્ય પ્રાપ્ત કરે છે; દ્રવ્ય પામે છે (એ જે કહ્યું છે
તે) એ એની પર્યાયને આ દ્રવ્ય છે એ (પર્યાયને) પામે છે. બીજું કોઈ તત્ત્વ (દ્રવ્ય) પામતું નથી
એમ સિદ્ધ કરવું છે. (દરેક) દ્રવ્યની પર્યાયને- તે તે પર્યાયને (તે તે) દ્રવ્ય પામે છે. દ્રવ્ય પહોચી વળે
છે. જીવ (આ પર્યાયને) પ્રાપ્ત કરે છે એમ કહીને એ પર્યાય પરથી થતી નથી. એમ સિદ્ધ કરવું છે.
પણ અહીંયા તો ગુણ છે તે ધ્રુવ છે અને દ્રવ્ય છે એ (પણ) ધ્રુવ છે; (તો) પણ ગુણોનો આધાર તે
દ્રવ્ય છે. આત્મા છે ગુણમય છતાં ગુણનો આધાર દ્રવ્ય છે, એમ કહીને આખી ચીજ (પૂર્ણ વસ્તુ)
સિદ્ધ કરવી છે. આહા...હા...! સમજાણું કાંઇ? આવી ઝીણી વાતો...!!
આહા...હા... હવે ચૈતન્ય જે બહિરંગ-અંતરંગ પ્રકાશવાળું (હોવાથી) એ તો આપણે આવી
ગયું ને....! (પ્રવચનસાર’) ગાથા-૯૦માં, આવ્યું છે ને...! (સત્ અને અકારણ હોવાથી સ્વતઃ સિદ્ધ,
અંતર્મુખ અને બહિર્મુખ પ્રકાશવાળું હોવાથી સ્વપરનું જ્ઞાયક–એવું જે આ, મારી સાથે સંબંધવાળું,
મારું ચૈતન્ય તેના વડે કે જે (ચૈતન્ય) સમાનજાતીય અથવા અસમાનજાતીય અન્ય દ્રવ્યને છોડીને
મારા આત્મામાં જ વર્તે છે તેના વડે)
બહિરંગ પ્રકાશવાળું સ્વતઃસિદ્ધ સ્વભાવ-જ્ઞાન અને દર્શન એ
‘જાણવું’ અને ‘દેખવું’ એવો ત્રિકાળી સ્વભાવ એનો, એકરૂપ દ્રવ્ય છે એને આધારે (જ્ઞાન-દર્શનાદિ)
છે એમ કહેવું છે, ગુણથી દ્રવ્ય જુદું છે એમ નથી. પર્યાય છે તે દ્રવ્યથી જુદી છે. આહાહા...! એક ન્યાયે
જ્ઞાયક (ભાવ) જે દ્રવ્ય છે તે (જ્ઞાનાદિ) ગુણ (રૂપે) નથી (કારણ કે તે ગુણો) અતત્ભાવે (છે).
કેમ કે દ્રવ્ય છે તે એકરૂપ છે (અને) ગુણો છે તે અનેકરૂપ છે. એથી એ અપેક્ષાએ અતત્ભાવ કીધો
(છે) વળી પર્યાય છે એ પણ ગુણ અને દ્રવ્યને અતત્ભાવ છે પણ છતાં પર્યાય છે એ ક્ષણિક છે,
ગુણ છે એ ધ્રુવ છે, તેથી તે ગુણનો આધાર, - અધિકરણ પ્રભુ (આત્મા) છે. પોતાનો ભગવાન
આત્મા (જ્ઞાન-દર્શનાદિ ગુણોનો) આધાર છે...! આહા... હા! થોડામાં પણ દ્રવ્ય, ગુણ ને પર્યાયની
પ્રસિદ્ધિ (સંતોએ) અલૌકિક રીતે કરી છે. બાપુ...! આ કંઈ (અલ્પજ્ઞની વાણી નથી) (આ તો)
સર્વજ્ઞ પરમેશ્વર, સર્વજ્ઞ ત્રિલોકનાથ, તીર્થંકરદેવની વાણી છે. ભાઈ..! આ કોઇ આલી - દુવાલીની
વાત નથી...! આહા...હા... સમજાણું કાંઇ...?
આહા...હા! (સર્વજ્ઞ) જે એક સમયમાં ત્રણ લોક, ત્રણ કાળને જાણે, એક કહેવું એ પણ
વ્યવહાર છે. ઇ (સર્વજ્ઞ) તો (કેવળજ્ઞાનની) પર્યાયને પર્યાયમાં જાણે છે. એક સમયની (કેવળજ્ઞાન)
પર્યાયને જાણતાં પર્યાયનું સ્વરૂપ જ ત્રણકાળ, ત્રણ લોકને જાણે એવું (છે). (અને) ત્રણ કાળ, ત્રણ
લોક છે માટે જાણે (છે) એમ પણ નહીં. એક સમયની કેવળજ્ઞાન-દર્શનની પર્યાય ત્રણ કાળ, ત્રણ
લોકને જાણે છે એમ કહેવું એ (પર્યાયની) શક્તિ કેટલી છે એ બતાવે છે! બાકી (એ પર્યાય) ત્રણ
કાળ, ત્રણ લોકને અડતી પણ નથી!