ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય છે. મિથ્યાત્વ પણ એનો સ્વભાવ છે એમ કીધું (છે.) આહા...હા...હા! વસ્તુ જે
છે - દરેક દ્રવ્ય, ભગવાને, જિનેશ્વરદેવે જે જોયાં. કે દરેક દ્રવ્ય-વસ્તુ પોતાના સ્વભાવમાં છે. (એ
વસ્તુ) પરને અડતી નથી, પર (એને) અડી નથી. અને પોતાનો જે સ્વભાવ છે (એ) ઉત્પાદ, વ્યય
ને ધ્રૌવ્ય (સ્વરૂપ) છે. કેમ કે ઉત્પાદવ્યયધ્રૌવ્ય તે સત્ ને સત્ તે દ્રવ્ય (છે.) આહા.. હા! આવી વાત
ને.... ક્યાં નવરાશ હવે, સત્નો નિર્ણય શું? વાસ્તવિક સ્વભાવનો.
દ્રવ્ય આવશે. દ્રવ્યને લઈને ઉત્પાદ છે. આહા... હા! કર્મને લઈને અને શરીરને લઈને આત્મામાં
મિથ્યાત્વનો ઉત્પાદ નથી, કર્મને લઈને એ ઉત્પાદ નથી. એમ કહે છે. આહા.... હા! રાગ ને દ્વેષ તે
પ્રવાહક્રમમાં જીવના પરિણામ થાય તે તેનો સ્વભાવ છે. એ ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય એનો સ્વભાવ છે ને
સ્વભાવમાં સદાય દ્રવ્ય રહેલું છે. આહા... હા! તે આત્માથી મિથ્યાત્વ ને રાગદ્વેષ થાય છે. કરમથી
નહીં. આહા...! આકરું કામ છે. લોકોને આવું સત્ય સાંભળવા ય મળે નહીં. બિચારા ક્યાં ક્યાંય
(રખડે છે..!) કરમ કરે... કરમ કરે... વિકાર કરે ઈ કરમ કરે, આપણો આત્મા કર્મ કરે ને કરમને
ભોગવે. આમ ભગવાન ના પાડે છે. બીજા દ્રવ્યના પરિણામ, બીજા દ્રવ્યના પરિણામને કરે, એમ
વસ્તુના સ્વરૂપમાં નથી. આહા... હા!
અનંત આત્માઓ ત્યાં (છે.) અને તેની હારે તૈજસ ને કાર્માણ એક એક જીવને બબ્બે શરીર (છે.)
તે નિગોદનો જીવ પણ-દરેક દ્રવ્ય આવ્યું ને તો - એના પોતાના મિથ્યાત્વના ભાવ, ઉત્પાદવ્યયધ્રૌવ્ય,
એના સ્વભાવમાં આત્મા, (તેથી) તે દ્રવ્યનો સ્વભાવ તે ઉત્પાદ તે સમયનો, કાળક્રમમાં જે પર્યાય
થવાનો તે તેના પ્રવાહક્રમમાં તે મિથ્યાત્વ (તેના) દ્રવ્યને લઇને છે. આહા... હા! આકરી વાતું! રાગ-
દયા, દાન, વ્રત, ભક્તિ (આદિ) ના પરિણામ તે રાગ, શુભરાગ છે. એને ધર્મ માનવો (મિથ્યાત્વ
છે) અને (માનનાર) મિથ્યાદ્રષ્ટિ છે. આહા...હા! એ મિથ્યાદ્રષ્ટિપણું જીવના દ્રવ્યનો સ્વભાવ છે.
આહા...હા...હા...હા! આ.. રે! કો’ ભાઈ! આવી વાતું સાંભળવી મુશ્કેલી પડે બાપા! ત્રણલોકના નાથ,
જિનેશ્વરદેવ, સર્વજ્ઞ પ્રભુ એની આ વાણી છે!! આહા... હા! ન્યાયથી આમ બેસી જાય એવી (વાત)
છે. પણ જયારે સાંભળવા મળે ત્યારે... ને! અભવીને પણ જે મિથ્યાત્વનો ઉદય થાય છે, તે અભવીનો
જીવ પણ પોતે સદાય પોતાના સ્વભાવમાં છે અને એનો સ્વભાવ તે ઉત્પાદવ્યય ને ધ્રૌવ્ય છે. તો જે
મિથ્યાત્વના ઉત્પાદમાં આવે છે ઈ દ્રવ્યના પ્રવાહક્રમમાં પરિણામમાં દ્રવ્ય આવે છે. આહા... હા!