જે પરિણામ આવવાના એ ઉત્પાદવ્યયધ્રૌવ્ય સ્વભાવમાં એ પરમાણુઓ છે. કર્મના (જે) પરમાણુઓ છે
એ પરમાણુઓ કર્મના પરિણામપણે આવ્યા છે. આહા.. હા!
કાળમાં” સ્વ-કાળમાં છે. ને.. .! પરિણામ સ્વકાળે જ ઊપજે છે. જે સમયે જે તેના પરિણામ થવાના
તે જ થાય છે, આઘા - પાછા નહીં. આહા.... હા... હા! કેમ કે ઉત્પાદ, પ્રવાહક્રમમાં એનો જે સમય
આવે છે ત્યારે તે સમયના તે પરિણામ પોતાથી ઊપજે છે. એને કર્મની ને પરની અપેક્ષા છે નહીં.
આહા... હા..! એમ અજ્ઞાનીએ રાગદ્વેષ કર્યા-થ્યા. એ પોતાના પરિણામથી થ્યા. અને એ વખતે કર્મ
બંધાણું. એ કર્મના પરમાણુઓ તેના કર્મરૂપે (પૂર્વની અવસ્થા) વ્યય થઈને પરિણમ્યા તેથી તે કર્મ
બંધાણું છે. અહીંયાં રાગદ્વેષ થ્યા માટે કર્મ બંધાણું છે એમ નથી. આહા... હા! આવી વાતું હવે!
(શ્રોતાઃ) એમ ને એમ ઉપરથી અધ્ધરથી કંઈ કર્મ બંધાય. ...! (ઉત્તરઃ) એ વાત જ નથી. એ પ્રશ્ન
કર્યો’ તો ત્યાં મૂળશંકર (દેશાઈ) એ ત્યાં રાજકોટમાં એમ કે (જીવ) રાગ ન કરે તો ક્યાં કર્મ
બંધાય? એમ પ્રશ્ન કર્યો હતો. પણ ઈ પ્રશ્ન જ આંહી નથી. મૂળ, તત્ત્વની દ્રષ્ટિની આખી ખબર નહીં.
આહા... હા!
પરિણામપણે (કર્મ) બંધાય. પરમાણુઓ પણ તે ચારિત્રમોહની પર્યાયપણે ઉત્પન્ન થાય એવો એનો
સ્વભાવ છે. ઈ સ્વભાવમાં ઈ પરમાણુઓ રહ્યા છે. એ પરમાણુનો એના ઉત્પાદવ્યયધ્રૌવ્ય
(સ્વભાવમાં) રહ્યા છે. એ મિથ્યાત્વના - દર્શનમોહના જે પરિણામ થ્યાં એ પરિણામ તે પરમાણુઓએ
ઉત્પન્ન કર્યાં છે. અને (જીવે) રાગદ્વેષ-મિથ્યાત્વ સેવ્યું માટે દર્શનામોહ (રૂપે પરમાણુઓ) થ્યાં છે એમ
નથી. આવું છે!! આહા... હા! વીતરાગ સિવાય આવી વાત ક્યાં છે? શ્વેતાંબરમાં તો એ છે (કર્મથી
વિકાર થાય) દિગંબરમાં (પણ) એ છે. પંડિતોય (પોકારે છે) કર્મને લઈને થાય... કર્મને લઈને થાય.
શ્વેતાંબરમાં તો ચોખ્ખી વાત જ ઈ છે (કર્મને લઈને બધું થાય.) આહા... હા! પરદ્રવ્યને લઈને
પરદ્રવ્યના પરિણામ થાય! અહીંયાં ભગવાન ના પાડે છે. ત્રણ કાળ, ત્રણ લોકમાં આમ બનતું નથી.
દરેક કાળે, દરેક દ્રવ્ય, ‘પોતાના સ્વભાવમાં વર્તે છે’ અને તે સ્વભાવ તેનો ‘સત્ (એટલે)
સમજાય છે?