Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 278 of 540
PDF/HTML Page 287 of 549

 

background image
ગાથા – ૧૦૦ પ્રવચનસાર પ્રવચનો ૨૭૮
જશે એમ માળા મશ્કરી કરે છે. અરે બાપુ! એમ રહેવા દે ભાઈ! ઇ દાળ-ભાત-શાક એ પર્યાય એનો
જે પર્યાય જે સમય ઉત્પન્ન થવાનો, એ પૂર્વની પર્યાયનો સંહાર થઈ, ધ્રુવના આધારે ઇ થાય છે.
આહા...હા! એવી મશ્કરી કરે... સોનગઢને નામે, કરો બાપુ! મશ્કરી તો પોતાની થાય છે! આહા...હા!
શું થઈ ગ્યો? (સમય.) (શ્રોતાઃ) બે મિનિટ બાકી છે. (ઉત્તરઃ) આમાં કેમ ફેર છે? આમાં
ફેર નથી. કીધુંઃ આમ કેમ થ્યું? (શ્રોતાઃ) બંધ થઈ ગઈ છે. (ઉત્તરઃ) આ હાલતું નથી ખરાબ થઈ
ગઈ છે કેટલો (સમય) બાકી છે? (શ્રોતાઃ) બે મિનિટ! આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “વળી કેવળ સંહાર આરંભનાર”. એકલો નાશ પર્યાયનો થાય, માને
એમાં આ મૃત્તિકાપિંડનો ઉત્પાદ અને ધ્રૌવ્યરહિત એકલો નાશ તો એકલો-એકલો નાશ મૃત્તિકાપિંડનો,
સંહાર કર્યા વિના ઉત્પાદ રહે, સંહારનું કારણ પણ છે ઉત્પાદ, ઉત્પાદનું કારણ સંહાર છે.

વિશેષ કહેશે....