ભાવ ને આત્માના પ્રદેશ એક છે. પણ ભાવ અને ભાવવાન વચ્ચે પૃથકત્વ નથી, પણ અતદભાવપણું
છે. આહા....! એથી એટલું પણ અતદ્ભાવપણે અન્યત્વ છે. આહા...હા...હા! આવી વાતું હવે!
પરના પ્રદેશ જુદા છે, એને અડતું નથી (આત્મ) દ્રવ્ય! તો્ર એને ભાંગે ને તોડે-રાખે એ બને ક્યાંથી?
આહા.. હા... હા! ‘તણખલાના બે કટકા કરવાની તાકાત આત્મામાં નથી.’ કેમ કે તણખલાના પ્રદેશ
જુદા છે ને (આત્મ) પ્રભુના પ્રદેશ જુદા છે. આહા.. હા.. હા! એક આત્મા સિવાય, સારા જગતથી તું
(અરે!) સિદ્ધભગવાનથી ય જુદો, આહા.. હા! પંચપરમેષ્ઠિથી જુદો, અરે, તે તે પંચપરમેષ્ઠિનું સ્વરૂપ
છે તારું! અને તે ભાવ અને ભાવવાન, આ પરમેશ્વરનું સર્વજ્ઞપણું અને આત્મા, બે વચ્ચે પણ
અતદ્ભાવ છે. આહા... હા.. હા.. હા! શું કીધું ઈ? આત્મામાં સર્વજ્ઞપણું થયું એ કેવળજ્ઞાન ને
આત્માના પ્રદેશ એક છે. છતાં સર્વજ્ઞપણું તે (આત્મ) દ્રવ્ય નહીં ને દ્રવ્ય તે સર્વજ્ઞપણું નહીં. બે વચ્ચે
ભાવમાં અતદ્ભાવ છે. તે-ભાવ, તે-છે એમ નથી. તે -ભાવ, તેમ-નથી એમ છે. આહા... હા!
મીઠાલાલજી! આવું સાંભળવાનું (મળવું) બહુ મુશ્કેલ ભાઈ! બહારથી-કરવું ને ઈ ક્રિયાને...
ભગવાનની પાણી રેડે ને સ્વાહા! (અર્ધ્ય ચડાવે) એ તો શુભ ભાવ છે. એ શુભભાવ ને આત્માના
પ્રદેશ એક છે. પણ ભાવ ભિન્ન છે. ભાવ છે તે વિકારી પર્યાય અને આત્મા અવિકારી દ્રવ્ય છે. અરે!
અવિકારી પરિણામ હોય, એનાથી આત્માના પ્રદેશ ભિન્ન નથી, છતાં એ બે વચ્ચે ભાવમાં અતદ્ભાવ
છે. આહા... હા... હા! ભગવાન આત્મા, સર્વજ્ઞસ્વભાવ તરીકે, ભાવ અન્ય છે તેથી અતદ્ભાવની
અપેક્ષાએ, તે ભાવથી અન્ય કહેવામાં આવ્યો છે. આહા... હા... હા! જ્ઞેયનું સ્વરૂપ છે આ. એ
જ્ઞેયસ્વરૂપની આવી પ્રતીતિ જે થાય, તેને સમકિત કહે છે. સમ્યગ્દર્શનનો વિષય છે આ. આહા... હા!
લોકોને મૂળ વાતની ખબર નહીં ને, જાડના પાંદડા તોડે છે, એ પાંદડા પાછા પાંગરશે પંદર દિ’ એ!
આહા... હા!
એમ તો બનતું નથી. માટે વસ્ત્ર અને સફેદપણાને અપૃથકપણું હોવા છતાં અન્યપણું છે.” વસ્ત્ર અને
ધોળાપણું જુદાં નહી હોવા છતાં, પ્રદેશ ભિન્ન નથી માટે અપૃથક છે છતાં અન્યપણું છે. આહા... હા... હા!
પંડિત છે. (તે મશ્કરીમાં) બોલે ‘ભારે વાત, ભણવું-ગણવું કાંઈ નહીં... આનંદ (આનંદ!)’