Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 408 of 540
PDF/HTML Page 417 of 549

 

background image
ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૦૮
સિવાયનો) જ્ઞાનાદિગુણ નથી.” સત્તા, સત્તાગુણ છે, પણ સત્તા સિવાયના જે જ્ઞાન, આનંદ એ ગુણ
(પણે) સત્તાગુણ નથી. સત્તાગુણથી જ્ઞાન આદિ બધા ગુણ, જુદા છે. આહા... હા... હા! પ્રવચનસાર
વાંચ્યું છે કોઈ ફેરે? નવરાશ ક્યાંથી, નવરાશ? વાંચો તો્ર એ સમજાયને! આહા... હા! (શ્રોતાઃ)
આપની હાજરી વગર બરાબર સમજાય નહીં...
(ઉત્તરઃ) હાજરી તો પોતાની છે, એમાં સમજાય છે.
આહા... હા! (શ્રોતાઃ) તો ય નિશાળે તો બેસવું પડે છે ને... જાવું પડે છે ને...! (ઉત્તરઃ) નિશાળે
જાય છે કોણ? જીવદ્રવ્યની પર્યાય એવી (થવાની) હોય તો જાય. શરીરની પર્યાયની યોગ્યતા હોય, તો
શરીર પર્યાય જાય. આહા... હા... હા... હા! એ માસ્તર પાસે જાવું માટે એને લઈને (એટલે) શરીરને
લઈને ગયો છે અને શરીર આત્માને લઈને ન્યાં ગયું છે એમ નથી. આહા... હા... હા... હા! અમે
(ભણતા’ તા) ત્યારે ધૂળી (નિશાળ) હતી.
(શ્રોતાઃ) નિશાળનો દાખલો એટલા માટે આપ્યો કે
આપના પાસે આવવું પડે ને...! (ઉત્તરઃ) આવવું પડે ને...! અહાહાહાહા! નિમિત્તથી તો કહેવાય
એમ ને? અમારે માસ્તર હતો ધૂળી નિશાળનો, છ વરસની ઉંમર હતી. પહેલી ધૂળી, પછી પહેલી
ચોપડીમાં જતા. પહેલી ધૂળી નિશાળે, ધૂળમાં એકડો કરાવે પહેલો! એને (માસ્તરને) પૈસા ન
આપતા, પણ કંઈ સારું વરસ એવું હોય ત્યારે કે દા’ ડો હોય તો, લગન હોય તો બાપ આપે પીરસણું
એટલે એને હાલે (ગુજરાન) છોકરાં ઘણાં હોય ને એટલે હાલે (ગુજારો) ઈ શીખવતો, એક માસ્તર
હતો જડભરત! હતો સાધારણ ભણેલો ઈ ‘એકડે એક’ ધૂળમાં શીખડાવતો! અહા... હા... હા... હા!
અહીંયા તો કહે છે કેઃ આંગળીને લઈને ધૂળમાં આમ એકડો અંદર થયો નથી. ધૂળને આંગળી
અડી નથી. આવી વાત પ્રભુ! આ શું? આ સત્-સત્ રીતે છે તેને સત્ રીતે જાણવું! જે રીતે સત્ છે
તે રીતે સત્ને સત્પણે જાણવું! સત્ને ગોટા વાળશે, અસત્પણે રખડવું પડશે, મરી જશે!! ચોરાશીના
અવતારમાં આહા... હા! અહીંયાં ખમ્મા! ખમ્મા! થાતું હોય, પાંચ-પચીસ કરોડ રૂપિયા હોય, આહા...
ઈ મરીને ભાઈ ભૂંડને કૂખે જાય. માંસ આદિ ન ખાય દારૂ (ન) પીએ. ભૂંડને કૂખે જાય ને વિષ્ટા
ખાય. આહા...! બાપુ, એવું અનંતવાર થઈ ગયું છે! આહા... હા! વિવેક, વિચાર કર્યો નથી એણે.
દીર્ધસૂત્રી થતો નથી. વર્તમાનમાં એકલો રોકાઈ ગયો બસ! પરદ્રવ્યથી ભિન્ન (હું) એનો નિર્ણય કર્યો
નથી. અને આમ તો, દ્રવ્ય તે ગુણ નહીં ને ગુણ તે પર્યાય નહીં, એનો નિર્ણય કર્યો નથી. આહા.. હા!
(અહીંયા કહે છે કેઃ) “વળી એક આત્માનો જે હયાતીગુણ છે તે આત્મદ્રવ્ય નથી,
(હયાતીગુણ સિવાયનો) જ્ઞાનાદિગુણ નથી.” જ્ઞાનાદિગુણ પણ હયાતી (ગુણ) નથી. સત્તાગુણ છે
ઈ જ્ઞાનગુણ નથી, સત્તાગુણ છે ઈ દર્શનગુણ નથી, આહા...! અને સત્તાગુણ છે ઈ સમ્યગ્દર્શનની
પર્યાય આદિ નથી.
“કે સિદ્ધત્વાદિપર્યાય નથી.” આ સિદ્ધત્વની પર્યાય લીધી છે એમાં, (જે)
સત્તાગુણ છે ઈ સમ્યગ્દર્શન કે સમ્યક્ચારિત્રની પર્યાય નથી. આહા... હા.. હા! જ્ઞાનગુણની પર્યાય જે
છે, એ સત્તાગુણની પર્યાય નથી ને સત્તાગુણની પર્યાય ઈ જ્ઞાનગુણની પર્યાય નથી. અહા..! એક