Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 411 of 540
PDF/HTML Page 420 of 549

 

background image
ગાથા – ૧૦૭ પ્રવચનસાર પ્રવચનો ૪૧૧
આપણે તો અહીંયાં સમ્યગ્દર્શન ને સમ્યક્ચારિત્ર ઉપર ઊતારવું વધારે. ગોટાં એમાં છે ને..!
સમ્યગ્દર્શનની પર્યાય, સ્વદ્રવ્યના લક્ષે, કર્ત્તાના સ્વતંત્રપણે, ષટ્કારકના પરિણમનથી સમ્યગ્દર્શન થાય,
(અર્થાત્) ષટ્કારકના પરિણમનથી સમ્યગ્દર્શન થાય. એનું લક્ષ ભલે દ્રવ્ય ઉપર છે. પણ છે
સ્વતંત્રપણે ષટ્કારકનું પરિણમન! ઈ સમ્યગ્દર્શનની પર્યાય (જે છે તે) સમ્યક્ત્વ શ્રદ્ધાગુણ જે ત્રિકાળ
છે તે-રૂપે નથી. ત્રિકાળ જે શ્રદ્ધાગુણ છે, એની આ પર્યાય છે ને...? પણ છતાં એ પર્યાય,
શ્રદ્ધાગુણપણે નથી. પર્યાય, પર્યાયપણે છે, ગુણ ગુણપણે છે, દ્રવ્ય દ્રવ્યપણે છે. આહા...! આવું છે.
આહા...! આવું સાંભળવા ય લોકો નવરા ક્યાં છે? જિંદગી ચાલી જાય છે આમ બફમમાં ને
બફમમાં! ઘણા વખતમાં!
(અહીંયાં કહે છે કેઃ) “અને જે આત્મદ્રવ્ય છે, (હયાતી સિવાયનો) જ્ઞાનાદિગુણ છે કે
સિદ્ધત્વાદિપર્યાય છે તે હયાતીગુણ નથી “એમ પરસ્પર તેમને અતદ્ભાવ છે.” “કે જે અતદ્ભાવને
લીધે તેમને અન્યત્વ છે.”
અતદ્ભાવને લઈને અન્યત્વ છે. પૃથક્ પ્રદેશને લઈને અન્યત્વ પરનું છે.
પણ પોતામાં, અસંખ્ય પ્રદેશમાં, પૃથક્ પ્રદેશ નથી. છતાં અતદ્ભાવપણે અન્યત્વ છે. ‘તે-ભાવ નથી’
તે અન્યત્વ છે. ગુણથી પર્યાય અન્યત્વ છે, ગુણથી દ્રવ્ય અન્યત્વ છે, દ્રવ્યથી ગુણ અન્યત્વ છે,
અતદ્ભાવની અપેક્ષાએ તેને અન્યત્વ કહેવામાં આવે છે. એના પ્રદેશો ભિન્ન નહિ હોવા છતાં (અન્યત્વ
કહેવામાં આવે છે) આહા...હા...હા! જેના પ્રદેશો ભિન્ન છે- આ આત્માના પ્રદેશો ને શરીરના પ્રદેશો
ભિન્ન ભિન્ન છે. આહા...! તો આત્મા, શરીરને હલાવી શકતો નથી. હોઠને હલાવી શકતો નથી,
રોટલીના ટુકડા કરી શકતો નથી. દાંતને આમ ખેંચ કરી (દબાવી) શકતો નથી. આહા... હા!
(શ્રોતાઃ) પેટમાં દાંત નથી, તો ચાવવું શી રીતે...? (ઉત્તરઃ) આહા... હા! ઈ દાંત દાંતનું કામ
દાંતની પર્યાયમાં છે. દાંતની પર્યાય જે છે સત્તા એનું ઈ પરમાણુ જે દાંતના છે તેમાંય ઈ સત્તાગુણ છે.
એની શક્તિમાં સત્તાગુણ છે, એનાથી બીજા જે ગુણો છે ઈ-રૂપે સત્તા નથી. તેની એકસમયની
પર્યાયની સત્તાની, સત્તાપણે છે. આહા... હા! આવું સ્વરૂપ છે! કેવું તે આ! આવો વીતરાગનો
મારગ! ઓલું તો કહેઃ છકાયની દયા પાળવીને...!
(શ્રોતાઃ) દયા તો પળેલી જ પોતામાં (ઉત્તરઃ)
આહા...! તું કોણ છો? કેટલી મર્યાદામાં છો? બીજા કોણ છે, કેટલી મર્યાદામાં છે? એનું યથાર્થ જ્ઞાન,
ઈ તારી દયા છે. જેમ છે તેમ જાણવું ઈ તારી દયા છે. અને જેમ છે તેમ ન જાણવું ઈ તારી હિંસા છે.
આહા... હા! આવું છે! આ ગાથાઓ બધી ઝીણી છે!! પણ છતાં સમજાય એવી છે.
(શ્રોતાઃ) આપ
સમજાવો, તો સમજાય! (ઉત્તરઃ) અહા... હા... હા... હા! (મુક્ત હાસ્ય)!
(અહીંયાં કહે છે કેઃ) “એમ પરસ્પર તેમને અતદ્ભાવ છે કે જે અતદ્ભાવને લીધે તેમને
અન્યત્વ છે.” કે જે અતદ્ભાવને લીધે’ એટલે ‘તે-ભાવ’ નથી એને લીધે તેમને અન્યત્વ છે. દ્રવ્ય તે
ગુણભાવ નથી ને ગુણભાવ તે દ્રવ્યભાવ નથી ને ગુણભાવ (કે દ્રવ્યભાવ) તે પર્યાયભાવ