ખોવાઈ ગયો, દ્રવ્ય તો ઠીક! (શ્રોતાઃ) ખોવાઈ તો પર્યાયથી જ હોય ને..? (ઉત્તરઃ) હા, આહા..
હા! ગાથા દીઠ તે અમૃત ભર્યાં છે. વારતા નથી પ્રભુ આ! આ તો ભગવત્ - કથા છે. એ અબજો
રૂપિયા ને કરોડો રૂપિયા ને મહેલ અને મકાન, આ તો હજી સાધારણ મકાન છે. અબજોના મકાન
(હોય) આ તો કોઈ કહે પડયું ઈ ગયા ભવનું હતું, આ પડયું ને...? ગયા ભવનું હતું. કાંઈક પડયું
છે આ બાજુ કહે છે નો’ હોય. એ તો જે પ્રકારે, જે ક્ષેત્રે જે હોય થવાનું એમાં કાંઈ નહીં. પ્રભુ! તને
ડર લાગ્યો એટલું! લોકોને (ભય થાય) કે અહીંયાં પડશે કે (આપણું) પડશે. પરદ્રવ્યની અવસ્થા તો
તને અડતી ય નથી ને...! આહા.. હા! એને શેની તને ચિંતા છે? ફકત દ્રવ્યના સ્વભાવને જોઈને,
પર્યાયમાં - અસ્તિત્વમાં પાંચ ગતિ છે પાંચ (ગતિ) છે ને ઈ...? ચાર ગતિ અને અને સિદ્ધગતિ -
પાંચ ગતિ છે. એ પર્યાય તન્મયપણે છે તારામાં તે તે કાળે.. આહા.. હા! સિદ્ધને. વખતે સિદ્ધની
પર્યાય તારામાં તન્મયપણે છે. ત્યારે બીજી ગતિ છે જ નહીં. અને જયારે બીજી ગતિમાં તન્મય છે
ત્યારે સિદ્ધગતિ અને બીજી ગતિ નથી. આહા... હા!
હા! સમજાણું કાંઈ?
એમાં ક્રોધ - માન, રાગ - દ્વેષની વાતે ય કરી નથી. આ તો ગતિ છે, ઈ ગતિ છે જ. અને ઈ ગતિ
પણ આયુષ્ય હોય ત્યાં સુધી રહે છે. છતાં સમય - સમયમાં તન્મયપણું ભિન્નભિન્ન છે. આહા... હા!
ઈ પચાસ- સાઠ વરસ મનુષ્યપણું રહે, માટે ઈ ને ઈ પર્યાય તે - પણે રહી છે એ વરસમાં એમ
નથી. તે તે પર્યાય એ અવસ્થામાં તે દ્રવ્ય તે કાળે તન્મય છે. અગ્નિ લાકડામાં ને છાણામાં જેમ
તન્મય છે એમ (દ્રવ્ય પર્યાયમાં તન્મય છે.) આહા.. હા! હવે ત્રીજી વાત કરે છે. આ તો (અહીંયાં)
તો એક આંખ્ય બંધ કરીને બીજી (ખોલીને) એમ કહ્યું હતું. (હવે એક હારેની વાત- પ્રમાણની વાત
કરે છે.)
સામાન્યને જાણે. જાણવાની વાત ને અહીંયાં...! સામાન્યનો આદર છે ઈ તો એક જ પ્રકારનો છે.
એમાં વિશેષનો આદર એમ નથી (કહ્યું.) પણ અહીંયાં તો જ્ઞાનમાંજેમ સામાન્યને જાણે છે તેમ
વિશેષને જાણે છે. વિશેષ ભલે આદરણીય નથી. આશ્રય કરવા લાયક નથી. આહા... હા! ક્ષાયિકભાવ
પણ આશ્રય કરવા લાયક નથી છતાં ઉદયભાવ અત્યારે ગતિની હારે તન્મય છે કહે છે. સમજાણું
કાંઈ? સમય - સમયનું અસ્તિત્વ, દ્રવ્ય અને પર્યાયનું કઈ રીતે છે? તેની સંધિ કરે છે?