હા! જેને કર્મના (સદ્ભાવના) નિમિત્તની કે અભાવના નિમિત્તની પણ અપેક્ષા નથી. ક્ષાયિકભાવમાં
તો નિમિત્તના (કર્મના) અભાવની અપેક્ષા નથી. ક્ષાયિકભાવમાંતો નિમિત્તના (કર્મના) અભાવની
અપેક્ષા આવી. અહીંયાં કેવું છે તો ઈ કે એક કોર વિદ્વજજનો - વિદ્વાનો નિશ્ચયને છોડીને, વ્યવહારમાં
વર્તે છે તે મિથ્યાદ્રષ્ટિ છે અને (બીજી કોર) વિદ્વાનો પંચમગતિ માટે પંચમ ભાવ - જે ધ્રુવ (ભાવ)
ને અનુભવે છે તે વિદ્વાન સાચા છે. આહા... હા! આવી વાતું (તત્ત્વની) છે! આ વાત) બેસે બાપુ
હો! એ તો આત્મા છે ને નાથ! આત્મા અંદર! એટલે ન સમજાય એમ એ વાત ન લેવી. એ આડ
ન નાખવી એમાં... આહા... હા!
છે! બાપુ! એ મોટપ તારી કેવડી છે એને કાળ નડતો નથી ભાઈ! જેમાં ક્ષાયિકભાવ નથી પછી ક્યો
પ્રશ્ન લેવો છે તારે! આહા... હા.. હા! પરમ અમૃતનો સાગર! અંદર પૂરણ ભર્યો પડયો (ધ્રુવ) છે!
અતીન્દ્રિય ગુણનો સાગર, પૂરણ... પૂરણ... પૂરણ... અનાદિથી પૂરણ એ પ્રભુ અનાદિથી પૂરણ જ છે!!
જેને આવરણ નથી, જેનામાં ઓછપ નથી, જેમાં વિપરીતતા નથી. (વળી) નિરાવરણ છે, અવિપરીત
છે અને પૂરણ છે. આહા... હા! એવો જે દ્રવ્યસ્વભાવ (છે). અહીંયાં યથોકત આત્મસ્વભાવ કીધો છે
ને...! આત્મસ્વભાવ તો પહેલો એ ગણ્યો હતો કે વિસ્તારસામાન્યસમુદાય અને આયતસામાન્ય-
સમુદાય-પણ વસ્તુ શું છે, એ બધું થઈને દ્રવ્ય છે એ. દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નાખ, ભલે વિસ્તાર સામાન્ય
સમદાય - અનંત ગુણો છે, આયતસામાન્યસમુદાય - અનંતપર્યાયો છે, પણ એનું ગુણોનું રૂપ તો ધ્રુવ
(એકરૂપ) છે! (આહા.. હા! એવો જે ધ્રવ આત્મા જે કીધો હતો (તેનો આશ્રય કર) એમ કહીને
(સદ્ગુરુ ચેતવે છે). પ્રભુ, તને આ અવતાર મનુષ્યના મળ્યા ભાઈ! (આમાં સ્વનો આશ્રય નહીં કર
તો) આ (મનુષ્યભવ) ખોવાઈ જશે! ત્યાં ક્યાં જઈશ ભાઈ! આહા...! તારો પત્તો નહીં લાગે
બાપા! (આ વાત) દુનિયામાં કઠણ પડે! દુનિયા બીજી ન માને, એકાંત કહે, તો પણ છોડી દે હઠ
(અને આ વાત સ્વીકાર ને બીજું બધું છોડીને એક સ્વદ્રવ્યનો આશ્રય કર!) એકલો દ્રવ્યસ્વભાવ
(ગ્રહણ કર.) એ પુણ્યથી ધર્મ થાય એ ભલે કહે. (એ તો અજ્ઞાનીઓ કહ્યા કરે!)
છે (તો) દ્રવ્ય જે ‘જ્ઞેય’ પૂરું (પૂર્ણ) છે, એ તો અનંતગુણ ને અનંતીપર્યાયનું - બેયનું એકરૂપ તે
દ્રવ્ય છે. (એ સ્વદ્રવ્યને જ્ઞેય બનાવો). ‘એવો જે યથોકત આત્મસ્વભાવ” કહ્યો હતો તે (સ્વજ્ઞેય
છે). હિન્દીમાં? હિન્દી કરતાં ગુજરાતીમાં સ્પષ્ટ (ભાવ) આવે, કાલે એટલું બધું સ્પષ્ટ નહોતું આવ્યું
ભાષાફેર છે ને..! એટલે... આહા... હા!