(પણા) થી મને લાભ થાય, એ દ્રષ્ટિને (અભિપ્રાયને) એકાંતદ્રષ્ટિ- મિથ્યાદ્રષ્ટિ કીધી છે. હવે આ
લોકો - એ પંડિત તેદી’ આવ્યો હતો ઈ (માન્યતા લઈને બેઠા છે કે) મનુષ્યપણું હોય તો કેવળજ્ઞાન
થાય! અરે પ્રભુ! સાંભળ ને! (તે કહે છે) વજ્રનારાચસંઘયણ (સંહનન) હોય તો, કેવળજ્ઞાન થાય..!
અરે ભાઈ એમ નથી બાપુ! કેવળ જ્ઞાનની પર્યાય, મોક્ષમાર્ગની પર્યાયથી પણ થતી નથી. એ તો
ત્રિકાળી (આત્મ) દ્રવ્યમાં એવી અનંતી, એવી શક્તિઓ છે, એમાં એકાગ્ર થાય છે (તો) પર્યાયમાં
કેવળજ્ઞાન થાય છે. આહા... હા... હા!! એ દ્રવ્ય સ્વભાવની ભાવનામાંથી કેવળજ્ઞાન થાય છે. પૂર્વનો
મોક્ષમાર્ગ છે એનાથી પણ નહીં કારણકે પૂર્વની મોક્ષમાર્ગની (પર્યાય) તો વ્યય થઈ જાય છે. અને
ઉત્પાદ, ઉત્પાદમાંથી આવે, વ્યયમાંથી ઉત્પાદ ક્યાંથી આવે? (ન આવે) આહા... હા! એ મોક્ષની
પર્યાય - કેવળજ્ઞાનની, દ્રવ્યસ્વભાવનો અનુભવ કરતાં - અંતર એકાગ્ર થતાં, તે (પર્યાય) આવે છે.
નથી એને મનુષ્યપણાની જરૂર. નથી એને વજાનારાચસંહનની જરૂર, નથી એને કર્મ, અકર્મરૂપે
પરિણમે (એની જરૂર). કર્મ જે જ્ઞાનાવરણીય (આદિ) છે તે અકર્મરૂપે પરિણમે તો (કેવળ જ્ઞાન)
થાય એમ પણ નથી. આહા... હા.. હા! ભગવાન આત્મામાં સર્વજ્ઞ જિનેશ્વરદેવ (ત્રિલોકનાથે જાણ્યું છે
કે) પરમપદાર્થ, અનંત- અનંત ગુણનો ધ્રુવધાતુ (છે). જેણે ધારી રાખ્યું છે જ્ઞાયકપણું, અનંતગુણને
જેણે ધારી રાખ્યા છે. એ ચૈતન્યધાતુ (સ્વરૂપ દ્રવ્યસ્વભાવ) તેનો આશ્રય કરવાને નપુંસક અને
અસમાનજાતીય દ્રવ્યપર્યાયમાં બળ ધારણ કરવાને જોરવાળો (મૂઢ-અજ્ઞાની) છે તેથી “એકાંતદ્રષ્ટિ
ઊછળે છે” (એમ) કહે છે. એ મિથ્યાદ્રષ્ટિ છે. આહા... હા!
અનેકાંતમાં સમ્યક એકાંત જયારે થાય છે ત્યારે પર્યાયનું જ્ઞાન કરે (દ્રવ્ય એકલાનો આશ્રય કરે) એનું
નામ અનેકાંત (છે). આહા... હા! શું થાય ભાઈ! વાસ્તવિક પરમાત્મા! કેવળજ્ઞાનના વિરહ પડયા!
સંતોની વાણી આવી, તે આવી તે (આવા શાસ્ત્રમાં) રહી ગઈ! આહા... હા..!
(એટલે) ગતિ અંદર મારું જ આ મનુષ્ય શરીર છે. (સદ્ગુરુએ) આત્મા કહ્યો નથી? (કહ્યો છે).
જીવને શરીર ત્રણ હોય, ચાર હોય, પાંચ હોય એમ નથી કહ્યું? (કહ્યું તો છે (સંસારી) આત્માને ત્રણ
શરીર તો હોય જ તે. તૈજસ, કાર્માણને ઔદારિક. વૈક્રયિક હોય તો વૈક્રયિક તૈજસને કાર્માણ. અને
આહારક હોય તો વળી એને ચાર થઈ જાય. વૈક્રયિક કરવાની શક્તિ એને હોય તો વળી પાંચ
(શરીર) થઈ જાય છે! આહા.... હા! (અજ્ઞાની માને છે કે) જીવને શરીર હોય, જડને હોય? એમ
વાત કરી છે. અહીંયાં કહે છે કે જડમાં જડને હોય, જીવને જડ હોય જ નહીં, આહા.. હા! આ હું
મનુષ્ય જ છું એથી “આ મારું જ આ મનુષ્યશરીર છે” - હું મનુષ્ય છું ને મારું આ શરીર છે એમ
અહંકાર (હુંપણું) મમકાર (મારાપણું) એ (અભિપ્રાય) “વડે ઠગાતા થકા” ઠગાય છે ભાઈ!
આહા.. હા!