ગાથા – ૯પ પ્રવચનસાર પ્રવચનો ૮૯
પ્રવચનઃ તા. ૨ તથા ૩–૬–૭૯.
‘પ્રવચનસાર’ ગાથા–૯પ
(કહે છે કેઃ) હવે દ્રવ્યનું લક્ષણ દર્શાવે છેઃ- પહેલું પદાર્શનું સ્વરૂપ બતાવ્યું હતું. હવે પદાર્થનું
લક્ષણ બતાવે છે. (ગાથા-૯૩) માં દ્રવ્ય કોને કહેવું, ગુણ કોને કહેવા, પર્યાય કોને કહેવી - એમ
બતાવ્યું’ તું. હવે આ દ્રવ્યનું લક્ષણ બતાવે છે, જે લક્ષણથી (વસ્તુ) ઓળખી શકાય. “હવે દ્રવ્યનું
લક્ષણ દર્શાવે છેઃ-
अपरिच्चत्तसहावेणुप्पादव्वयधुवत्तसंबद्धं।
गुणवं च सपज्जायं जं तं दृव्वं ति बुच्चंति।। ९५।। આહા... હા... હા!
મુનિરાજ એમ કહે છે કુંદકુંદાચાર્ય, ભગવાન આમ.... કહે છે. એમ કહે છે. ‘बुच्चंति’ છે ને!
ભગવાન આમ કહે છે. કુંદકુંદાચાર્ય તો ત્રીજે નંબરે આવે છે. ‘मंगल भगवान वीरो, मंगलं, गणी।
मंगलं कुंदकुंदार्यो [जैनधर्मोस्तु मंगलम्।।’ શ્વેતાંબરમાં [मगलं] સ્થૂલભદ્ર આવે છે. આંહી તો
ભગવાન કુંદકુંદાચાર્ય ત્રીજે નંબરે... જૈન ધર્મ એ મંગળિક! ‘મંગ’ નામ પવિત્રતાને ‘લ’ નામ લાતી.
પવિત્રતાની પ્રાપ્તિ તેને મંગળિક કહીએ. એ મંગળિક આ, શુદ્ધસ્વસ્વરૂપ ભગવાન ત્રિકાળ મંગળાસ્વરૂપ
છે, તેનો આશ્રય લઈને, નિર્વિકલ્પ-રાગવિનાની દશા-શ્રદ્ધા-જ્ઞાન-અને શાંતિ થાય, એને મંગળિક
કહેવામાં આવે છે. આહા... હા! ‘अरिहंता मंगलम् सिद्धा मंगलम्’ એ બધી તો વ્યવહારની વાતું!
‘केवलीपण्णत्तो धम्मो मंगलम्’ અત્યારે (આ પર્યાય કહેવી છે) પણ ખરું મંગળિક તો દ્રવ્ય છે કે
જેનો આશ્રય લઈને (પર્યાય મંગળિક થાય છે) પણ અહીંયા પર્યાયને આત્મતત્ત્વ કહ્યું ને...! (ગાથા-
૯૪ સ્વસમય જ આત્માનું તત્ત્વ છે). આહા.. હા! પૂર્ણાનંદની પ્રાપ્તિ અથવા પૂર્ણાનંદપ્રભુ એની પ્રતીતિ
- અનુભવ, એને મંગળિક કહેવામાં આવે છે. એનું આ (અહીંયાં આ ગાથામાં) લક્ષણ દર્શાવે છે.
આવું ગયું ને...?
છોડયા વિના જ સ્વભાવને ઉત્પાદ– વ્યય–ધ્રુવયુક્ત છે,
વળી ગુણ ને પર્યાય સહિત જે, ‘દ્રવ્ય’ ભાખ્યું તેહને. (૯પ.) દ્રવ્ય કહ્યું ભગવાને તેને. એનો
અન્વયાર્થ લઈએ થોડો’ ક ‘સ્વભાવને છોડયા વિના’ છે ને? અન્વયાર્થ (માં) ‘જે ઉત્પાદ વ્યય–
ધ્રૌવ્યસંયુક્ત છે તથા ગુણવાળું ને પર્યાયસહિત છે” દ્રવ્ય-ગુણ-ને પર્યાય (એ) ત્રણ શું એની ખબર
ન મળે! જે જૈનના એકડાના મીંડાની વાતું (છે). પર્યાય શું? એ વળી જણે પ્રશ્ન કર્યો’ તો! પંડિત
હતો ને (આવો) પ્રશ્ન કરતો હતો! કેવા શાસ્ત્રી અહો, પંડિત! દ્રવ્ય કોને કહેવું, ગુણ ને પર્યાય (કોને
કહેવા) એ હજી તો નામ (એની કાંઈ ખબર ન હોય ને) એક જણો કે’ પૈસાને દ્રવ્ય કહેવું. આહા...
હા... હા! અહીંયાં તો કહે છે ‘છોડયા વિના જ સ્વભાવને ઉત્પાદ – વ્યય – ધ્રુવયુક્ત છે, વળી ગુણ ને
પર્યાય સહિત