કહાનજૈનશાસ્ત્રમાળા ]
द्रष्टिश्च तत्त्वार्थश्रद्धानं, ज्ञानं च तत्त्वार्थप्रतिपत्तिः वृत्तं चारित्रं पापक्रियानिवृत्तिलक्षणं । सन्ति समीचीनानि च तानि द्रष्टिज्ञानवृत्तानि च । ‘धर्मं’ उक्तस्वरूपं । ‘विदुः’ वदन्ति प्रतिपादयन्ते । के ते ? ‘धर्मेश्वराः’ रत्नत्रयलक्षणधर्मस्य ईश्वरा अनुष्ठातृत्वेन प्रतिपादकत्वेन च स्वामिनो जिननाथाः । कुतस्तान्येव धर्मो न पुनर्मिथ्यादर्शनादीन्यपीत्याह — यदीयेत्यादि । येषां सद्दृष्टयादीनां सम्बन्धीनि यदीयानि तानि च तानि प्रत्यनीकानि च प्रतिकूलानि मिथ्यादर्शनादीनि ‘भवन्ति’ सम्पद्यन्ते । का ? ‘भवपद्धतिः’ संसारमार्गः । अयमर्थः — यतः सम्यग्दर्शनादिप्रतिपक्षभूतानि मिथ्यादर्शनादीनि संसारमार्गभूतानि१ । अतः सम्यग्दर्शनादीनि
અન્વયાર્થ : — [धर्मेश्वराः ] ધર્મના પ્રતિપાદક તીર્થંકરદેવ [सद्दृष्टिज्ञानवृत्तानि ] સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રને (ત્રણેયની એકતાને) [धर्मं ] ધર્મ [विदुः ] કહે છે. [यदीयप्रत्यनीकानि ] તેનાથી (સમ્યગ્દર્શનાદિથી) જે વિપરીત મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે તે [भवपद्धतिः ] સંસાર - પરિભ્રમણનું કારણ [भवन्ति ] છે.
ટીકા : — ‘दृष्टि’ એટલે તત્ત્વાર્થશ્રદ્ધાન ( - તત્ત્વ - સ્વરૂપસહિત અર્થનું - જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન, ‘ज्ञानं’ એટલે તત્ત્વાર્થપ્રતિપત્તિ — તત્ત્વાર્થની પ્રતિપત્તિ — તત્ત્વાર્થનું જ્ઞાન અને ‘वृत्तं’ એટલે પાપક્રિયાઓથી નિવૃત્તિરૂપ ચારિત્ર. તે અર્થાત્ દર્શન - જ્ઞાન - ચારિત્ર ત્રણે સમીચીન - સમ્યગ્ છે. ‘धर्मं’ ઉક્ત સ્વરૂપવાળાં દર્શન - જ્ઞાન - ચારિત્રને ધર્મ ‘विदुः’ કહે છે. કોણ કહે છે? ‘धर्मेश्वराः’ રત્નત્રયસ્વરૂપ ધર્મના ઈશ્વર અર્થાત્ તેનું આચરણ કરનાર અને તેનો ઉપદેશ કરનાર સ્વામી જિનનાથ (ભગવાન જિનેન્દ્રદેવ). શા કારણે તે જ (સમ્યગ્દર્શનાદિ જ) ધર્મ છે અને મિથ્યાદર્શનાદિ ધર્મ નથી? તે કહે છે — ‘यदीयेत्यादि’ કારણ કે જે કાંઈ સમ્યગ્દર્શનાદિ છે તેનાથી તે પ્રતિકૂલ (વિપરીત) મિથ્યાદર્શનાદિ ‘भवन्ति’ છે. ‘का’ તે શું છે? ‘भवपद्धतिः’ તે સંસારનો માર્ગ છે. તેનો આ અર્થ છેઃ —
કારણ કે સમ્યગ્દર્શનાદિનાં પ્રતિપક્ષરૂપ જે મિથ્યાદર્શનાદિ છે તે સંસારના માર્ગભૂત १. प्रमाणैः प्रसिद्धान्यतः कारणात् ख० । प्रसिद्धान्यतः सम्यग्दर्शनादीन्यपवर्गसुख घ० ।