૧૮૦સમાધિતંત્ર
जीयात्सोऽत्रजिनः समस्तविषयः श्रीपूज्यपादोऽमलो,
भव्यानन्दकरः समाधिशतकश्रीमत्प्रभेन्दुः प्रभुः ।।१।।
भव्यानन्दकरः समाधिशतकश्रीमत्प्रभेन्दुः प्रभुः ।।१।।
इति श्रीपण्डितप्रभाचन्द्रविरचिता समाधिशतकटीका समाप्ता ।।
સદ્ધ્યાનથી અનન્ત – ચતુષ્ટમય અમલ શરીરરૂપ મોક્ષ છે એમ પ્રસિદ્ધ કર્યું છે, તે પૂજ્યપાદ પ્રભુ અહીં જય પામો! તે કેવા છે? તે જિન છે, તેમના (ઇન્દ્રિય) વિષયો બધા અસ્ત થઈ ગયા છે, તે અમલ છે, ભવ્ય જીવોને આનંદકર છે, સમાધિશતકરૂપ શ્રીથી યુક્ત છે અને પ્રભામાં ચંદ્ર સમાન છે.
આ શ્લોકમાં સમાધિતંત્રના (અપર નામ સમાધિશતકના) રચયિતા શ્રી પૂજ્યપાદાચાર્ય પ્રતિ પ્રશસ્તિ દ્વારા પૂજ્યભાવ પ્રગટ કરી તેના ટીકાકાર શ્રી પ્રભાચન્દ્રે ગર્ભિતપણે ‘શ્રીમત્ પ્રભેન્દુ’ શબ્દો દ્વારા સમાધિશતકના ટીકાકાર તરીકે પોતાના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.
ઇતિ શ્રી પંડિત પ્રભાચંદ્રવિરચિત સમાધિશતકની ટીકા
સમાપ્ત
समाप्तोऽयं ग्रन्थः