तत्वाद्वयाख्येयानि । अनया दिशान्यान्यप्यूह्यानि ।
अथ भाव्यभावकभावाभावेन —
जिदमोहस्स दु जइया खीणो मोहो हवेज्ज साहुस्स ।
तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं ।।३३।।
जितमोहस्य तु यदा क्षीणो मोहो भवेत्साधोः ।
तदा खलु क्षीणमोहो भण्यते स निश्चयविद्भिः ।।३३।।
इह खलु पूर्वप्रक्रान्तेन विधानेनात्मनो मोहं न्यक्कृत्य यथोदितज्ञानस्वभावातिरिक्ता-
त्मसञ्चेतनेन जितमोहस्य सतो यदा स्वभावभावभावनासौष्ठवावष्टम्भात्तत्सन्तानात्यन्तविनाशेन
पुनरप्रादुर्भावाय भावकः क्षीणो मोहः स्यात्तदा स एव भाव्यभावकभावाभावेनैकत्वे टङ्कोत्कीर्णं
કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થઃ — ભાવક જે મોહ તેના અનુસાર પ્રવૃત્તિથી પોતાનો આત્મા ભાવ્યરૂપ થાય
છે તેને ભેદજ્ઞાનના બળથી જુદો અનુભવે તે જિતમોહ જિન છે. અહીં એવો આશય છે કે
શ્રેણી ચડતાં મોહનો ઉદય જેને અનુભવમાં ન રહે અને જે પોતાના બળથી ઉપશમાદિ કરી
આત્માને અનુભવે છે તેને જિતમોહ કહ્યો છે. અહીં મોહને જીત્યો છે; તેનો નાશ થયો નથી.
હવે, ભાવ્યભાવક ભાવના અભાવથી નિશ્ચયસ્તુતિ કહે છેઃ —
જિતમોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે,
નિશ્ચયવિદો થકી તેહને ક્ષીણમોહ નામ કથાય છે. ૩૩.
ગાથાર્થઃ — [जितमोहस्य तु साधोः] જેણે મોહને જીત્યો છે એવા સાધુને [यदा] જ્યારે
[क्षीणः मोहः] મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ [भवेत्] થાય [तदा] ત્યારે [निश्चयविद्भिः]
નિશ્ચયના જાણનારા [खलु] નિશ્ચયથી [सः] તે સાધુને [क्षीणमोहः] ‘ક્ષીણમોહ’ એવા નામથી
[भण्यते] કહે છે.
ટીકાઃ — આ નિશ્ચયસ્તુતિમાં, પૂર્વોક્ત વિધાનથી આત્મામાંથી મોહનો તિરસ્કાર કરી,
જેવો (પૂર્વે) કહ્યો તેવા જ્ઞાનસ્વભાવ વડે અન્યદ્રવ્યથી અધિક આત્માનો અનુભવ કરવાથી જે
જિતમોહ થયો, તેને જ્યારે પોતાના સ્વભાવભાવની ભાવનાનું સારી રીતે અવલંબન કરવાથી
મોહની સંતતિનો અત્યંત વિનાશ એવો થાય કે ફરી તેનો ઉદય ન થાય — એમ ભાવકરૂપ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૭૧