કહાનજૈનશાસ્ત્રમાળા ]
विपाकक्रमनिवृत्तिलक्षणानि संयमलब्धिस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्य- परिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यानि पर्याप्तापर्याप्तबादरसूक्ष्मैकेन्द्रियद्वीन्द्रियत्रीन्द्रिय- चतुरिन्द्रियसंज्ञ्यसंज्ञिपञ्चेन्द्रियलक्षणानि जीवस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यानि मिथ्यादृष्टिसासादनसम्यग्दृष्टिसम्यग्मिथ्या- दृष्टयसंयतसम्यग्दृष्टिसंयतासंयतप्रमत्तसंयताप्रमत्तसंयतापूर्वकरणोपशमकक्षपकानिवृत्तिबादरसाम्प- रायोपशमकक्षपकसूक्ष्मसाम्परायोपशमकक्षपकोपशान्तकषायक्षीणकषायसयोगकेवल्ययोगकेवलि- लक्षणानि गुणस्थानानि तानि सर्वाण्यपि न सन्ति जीवस्य, पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् ।
भिन्ना भावाः सर्व एवास्य पुंसः
तेनैवान्तस्तत्त्वतः पश्यतोऽमी
नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात् ।।३७।।
વિપાકની ક્રમશઃ નિવૃત્તિ જેમનું લક્ષણ છે એવાં જે સંયમલબ્ધિસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૭. પર્યાપ્ત તેમ જ અપર્યાપ્ત એવાં બાદર ને સૂક્ષ્મ એકેંદ્રિય, દ્વીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય અને સંજ્ઞી તથા અસંજ્ઞી પંચેંદ્રિય જેમનાં લક્ષણ છે એવાં જે જીવસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૮. મિથ્યાદ્રષ્ટિ, સાસાદન સમ્યગ્દ્રષ્ટિ, સમ્યગ્મિથ્યાદ્રષ્ટિ, અસંયતસમ્યગ્દ્રષ્ટિ, સંયતાસંયત, પ્રમત્તસંયત, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ -ઉપશમક તથા ક્ષપક, અનિવૃત્તિબાદરસાંપરાય-ઉપશમક તથા ક્ષપક, સૂક્ષ્મસાંપરાય-ઉપશમક તથા ક્ષપક, ઉપશાંતકષાય, ક્ષીણકષાય, સયોગકેવળી અને અયોગકેવળી જેમનાં લક્ષણ છે એવાં જે ગુણસ્થાનો તે બધાંય જીવને નથી કારણ કે તે પુદ્ગલદ્રવ્યના પરિણામમય હોવાથી (પોતાની) અનુભૂતિથી ભિન્ન છે. ૨૯. (આ પ્રમાણે આ બધાય પુદ્ગલદ્રવ્યના પરિણામમય ભાવો છે; તે બધા, જીવના નથી. જીવ તો પરમાર્થે ચૈતન્યશક્તિમાત્ર છે.)
શ્લોકાર્થઃ — [वर्ण-आद्याः] જે વર્ણાદિક [वा] અથવા [राग-मोह-आदयः वा] રાગ- મોહાદિક [भावाः] ભાવો કહ્યા [सर्वे एव] તે બધાય [अस्य पुंसः] આ પુરુષથી (આત્માથી) [भिन्नाः] ભિન્ન છે [तेन एव] તેથી [अन्तःतत्त्वतः पश्यतः] અંતર્દ્રષ્ટિ વડે જોનારને [अमी नो