Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 157 of 642
PDF/HTML Page 188 of 673

 

background image
यतः किलात्मपरिणामं पुद्गलपरिणामं च कुर्वन्तमात्मानं मन्यन्ते द्विक्रियावादिनस्ततस्ते
मिथ्यादृष्टय एवेति सिद्धान्तः मा चैकद्रव्येण द्रव्यद्वयपरिणामः क्रियमाणः प्रतिभातु यथा किल
कुलालः कलशसम्भवानुकूलमात्मव्यापारपरिणाममात्मनोऽव्यतिरिक्तमात्मनोऽव्यतिरिक्तया परिणति-
मात्रया क्रियया क्रियमाणं कुर्वाणः प्रतिभाति, न पुनः कलशकरणाहङ्कारनिर्भरोऽपि स्वव्यापारानुरूपं
मृत्तिकायाः कलशपरिणामं मृत्तिकायाः अव्यतिरिक्तं मृत्तिकायाः अव्यतिरिक्तया परिणतिमात्रया
क्रियया क्रियमाणं कुर्वाणः प्रतिभाति; तथात्मापि पुद्गलकर्मपरिणामानुकूलमज्ञानादात्म-
परिणाममात्मनोऽव्यतिरिक्तमात्मनोऽव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाणः
प्रतिभातु, मा पुनः पुद्गलपरिणामकरणाहङ्कारनिर्भरोऽपि स्वपरिणामानुरूपं पुद्गलस्य परिणामं
पुद्गलादव्यतिरिक्तं पुद्गलादव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाणः प्रतिभातु
ગાથાર્થ[ यस्मात् तु ] જેથી [ आत्मभावं ] આત્માના ભાવને [ च ] અને [ पुद्गलभावं ]
પુદ્ગલના ભાવને[ द्वौ अपि ] બન્નેને [ कुर्वन्ति ] આત્મા કરે છે એમ તેઓ માને છે [ तेन
तु ] તેથી [ द्विक्रियावादिनः ] એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા [ मिथ्यादृष्टयः ] મિથ્યાદ્રષ્ટિ
[ भवन्ति ] છે.
ટીકાનિશ્ચયથી દ્વિક્રિયાવાદીઓ (અર્થાત્ એક દ્રવ્યને બે ક્રિયા હોવાનું માનનારા)
આત્માના પરિણામને અને પુદ્ગલના પરિણામને પોતે (આત્મા) કરે છે એમ માને છે તેથી
તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે એવો સિદ્ધાંત છે. એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા
ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના (ઇચ્છારૂપ અને હસ્તાદિકની
ક્રિયારૂપ) વ્યાપારપરિણામને (
વ્યાપારરૂપ પરિણામને)કે જે પોતાથી અભિન્ન છે અને
પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેનેકરતો પ્રતિભાસે છે, પરંતુ
ઘડો કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર) પોતાના વ્યાપારને અનુરૂપ એવા
માટીના ઘટ-પરિણામને (ઘડારૂપ પરિણામને)
કે જે માટીથી અભિન્ન છે અને માટીથી
અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેનેકરતો પ્રતિભાસતો નથી; તેવી રીતે
આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામનેકે જે
પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને
કરતો પ્રતિભાસો, પરંતુ પુદ્ગલના પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ
(તે આત્મા) પોતાના પરિણામને અનુરૂપ એવા પુદ્ગલના પરિણામને
કે જે પુદ્ગલથી
અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેનેકરતો
ન પ્રતિભાસો.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૫૭