કહાનજૈનશાસ્ત્રમાળા ]
द्वन्द्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः ।
र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किम् ।।९८।।
ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोऽपि ।
श्चिच्छक्तीनां निकरभरतोऽत्यन्तगम्भीरमेतत् ।।९९।।
શ્લોકાર્થઃ — [ कर्ता कर्मणि नास्ति, कर्म तत् अपि नियतं कर्तरि नास्ति ] કર્તા નક્કી કર્મમાં નથી, અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી — [ यदि द्वन्द्वं विप्रतिषिध्यते ] એમ જો બન્નેનો પરસ્પર નિષેધ કરવામાં આવે છે [ तदा कर्तृकर्मस्थितिः का ] તો કર્તાકર્મની સ્થિતિ શી? (અર્થાત્ જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું ન જ હોઈ શકે.) [ ज्ञाता ज्ञातरि, कर्म सदा कर्मणि ] આ પ્રમાણે જ્ઞાતા સદા જ્ઞાતામાં જ છે અને કર્મ સદા કર્મમાં જ છે [ इति वस्तुस्थितिः व्यक्ता ] એવી વસ્તુસ્થિતિ પ્રગટ છે [ तथापि बत ] તોપણ અરે! [ नेपथ्ये एषः मोहः किम् रभसा नानटीति ] નેપથ્યમાં આ મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યો છે? (એમ આચાર્યને ખેદ અને આશ્ચર્ય થાય છે.)
ભાવાર્થઃ — કર્મ તો પુદ્ગલ છે, તેનો કર્તા જીવને કહેવામાં આવે તે અસત્ય છે. તે બન્નેને અત્યંત ભેદ છે, જીવ પુદ્ગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી; તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી; અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આચાર્યે ખેદપૂર્વક કહ્યું છે કે — આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ ‘હું કર્તા છું અને આ પુદ્ગલ મારું કર્મ છે’ એવો અજ્ઞાનીનો આ મોહ ( – અજ્ઞાન) કેમ નાચે છે? ૯૮.
અથવા જો મોહ નાચે છે તો ભલે નાચો; તથાપિ વસ્તુસ્વરૂપ તો જેવું છે તેવું જ છે — એમ હવે કહે છેઃ —