આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહારમોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે
લગાવવાઃ — જિનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું
નહિ, તે નિઃશંકિતપણું છે. ૧. સંસાર-દેહ-ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહાર-
મોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિષ્કાંક્ષિતપણું છે. ૨. અપવિત્ર, દુર્ગંધવાળી – એવી એવી વસ્તુઓના
નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે. ૩. દેવ, ગુરુ,
શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ — ઇત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ
જાણી પ્રવર્તવું તે અમૂઢદ્રષ્ટિ છે. ૪. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ
કરવો અને વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગૂહન અથવા ઉપબૃંહણ છે. ૫.
વ્યવહારમોક્ષમાર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. ૬. વ્યવહાર-
મોક્ષમાર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે. ૭. વ્યવહારમોક્ષમાર્ગનો અનેક
ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે. ૮. આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને
પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહારસ્વરૂપની ગૌણતા છે. સમ્યગ્જ્ઞાનરૂપ
પ્રમાણદ્રષ્ટિમાં બન્ને પ્રધાન છે. સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી.
હવે, નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર
જે સમ્યગ્દ્રષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકાર પૂર્ણ કરે છેઃ —
શ્લોકાર્થઃ — [इति नवम् बन्धं रुन्धन्] એ પ્રમાણે નવીન બંધને રોકતો અને [निजैः
अष्टाभिः अङ्गैः सङ्गतः निर्जरा-उज्जृम्भणेन प्राग्बद्धं तु क्षयम् उपनयम्] (પોતે) પોતાનાં આઠ અંગો
સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો [सम्यग्द्रष्टिः]
સમ્યગ્દ્રષ્ટિ જીવ [स्वयम्] પોતે [अतिरसात्] અતિ રસથી (અર્થાત્ નિજરસમાં મસ્ત થયો થકો)
[आदि-मध्य-अन्तमुक्तं ज्ञानं भूत्वा] આદિ-મધ્ય-અંત રહિત (સર્વવ્યાપક, એકપ્રવાહરૂપ ધારાવાહી)
જ્ઞાનરૂપ થઈને [गगन-आभोग-रङ्गं विगाह्य] આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને
(અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને) [नटति] નૃત્ય કરે છે.
ભાવાર્થઃ — સમ્યગ્દ્રષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો
સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વ બંધનો નાશ થાય છે. તેથી તે ધારાવાહી
જ્ઞાનરૂપી રસનું પાન કરીને, જેમ કોઈ પુરુષ મદ્ય પીને મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં
નૃત્ય કરે તેમ, નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે.
सम्यग्द्रष्टिः स्वयमतिरसादादिमध्यान्तमुक्तं
ज्ञानं भूत्वा नटति गगनाभोगरङ्गं विगाह्य ।।१६२।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૬૫