કહાનજૈનશાસ્ત્રમાળા ]
न नैककरणानि वा न चिदचिद्वधो बन्धकृत् ।
स एव किल केवलं भवति बन्धहेतुर्नृणाम् ।।१६४।।
શ્લોકાર્થઃ — [बन्धकृत्] કર્મબંધ કરનારું કારણ, [न कर्मबहुलं जगत् ] નથી બહુ કર્મયોગ્ય પુદ્ગલોથી ભરેલો લોક, [न चलनात्मकं कर्म वा] નથી ચલનસ્વરૂપ કર્મ (અર્થાત્ કાય-વચન-મનની ક્રિયારૂપ યોગ), [न नैककरणानि] નથી અનેક પ્રકારનાં કરણો [वा न चिद्- अचिद्-वधः] કે નથી ચેતન-અચેતનનો ઘાત. [उपयोगभूः रागादिभिः यद्-ऐक्यम् समुपयाति] ‘ઉપયોગભૂ’ અર્થાત્ આત્મા રાગાદિક સાથે જે ઐક્ય પામે છે [सः एव केवलं] તે જ એક ( – માત્ર રાગાદિક સાથે એકપણું પામવું તે જ – ) [किल] ખરેખર [नृणाम् बन्धहेतुः भवति] પુરુષોને બંધનું કારણ છે.
ભાવાર્થઃ — અહીં નિશ્ચયનયથી એક રાગાદિકને જ બંધનું કારણ કહ્યું છે. ૧૬૪.
સમ્યગ્દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી, ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી, તેથી તેને પૂર્વોક્ત ચેષ્ટાથી બંધ થતો નથી — એમ હવે કહે છેઃ —