કહાનજૈનશાસ્ત્રમાળા ]
હવે પૂછે છે કે ‘‘નિશ્ચયનય વડે નિષેધ્ય (અર્થાત્ નિષેધાવાયોગ્ય) જે વ્યવહારનય, અને વ્યવહારનયનો નિષેધક જે નિશ્ચયનય — તે બન્ને નયો કેવા છે?’’ એવું પૂછવામાં આવતાં વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ કહે છેઃ —
ગાથાર્થઃ — [आचारादि] આચારાંગ આદિ શાસ્ત્રો તે [ज्ञानं] જ્ઞાન છે, [जीवादि] જીવ આદિ તત્ત્વો તે [दर्शनं विज्ञेयम् च] દર્શન જાણવું [च] અને [षड्जीवनिकायं] છ જીવ-નિકાય તે [चरित्रं] ચારિત્ર છે — [तथा तु] એમ તો [व्यवहारः भणति] વ્યવહારનય કહે છે.
[खलु] નિશ્ચયથી [मम आत्मा] મારો આત્મા જ [ज्ञानम्] જ્ઞાન છે, [मे आत्मा] મારો આત્મા જ [दर्शनं चरित्रं च] દર્શન અને ચારિત્ર છે, [आत्मा] મારો આત્મા જ [प्रत्याख्यानम्] પ્રત્યાખ્યાન છે, [मे आत्मा] મારો આત્મા જ [संवरः योगः] સંવર અને યોગ ( – સમાધિ, ધ્યાન) છે.
ટીકાઃ — આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે કારણ કે તે (શબ્દશ્રુત) જ્ઞાનનો