૪૨૨
कार्यं बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य ।
तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति ।।१७९।।
[आलोच्य] વિચારીને, [तद्-मूलां इमाम् बहुभावसन्ततिम् समम् उद्धर्तुकामः] પરદ્રવ્ય જેનું મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિને એકીસાથે ઉખેડી નાખવાને ઇચ્છતો પુરુષ, [तत् किल समग्रं परद्रव्यं बलात् विवेच्य] તે સમસ્ત પરદ્રવ્યને બળથી ( – ઉદ્યમથી, પરાક્રમથી) ભિન્ન કરીને ( – ત્યાગીને), [निर्भरवहत्-पूर्ण-एक-संविद्-युतं आत्मानं] અતિશયપણે વહેતું ( – ધારાવાહી) જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત એવા પોતાના આત્માને [समुपैति] પામે છે, [येन] કે જેથી [उन्मूलितबन्धः एषः भगवान् आत्मा] જેણે કર્મબંધનને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા [आत्मनि] પોતામાં જ ( – આત્મામાં જ) [स्फू र्जति] સ્ફુરાયમાન થાય છે.
ભાવાર્થઃ — પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું જાણી સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં – ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદિભાવોની સંતતિ કપાઈ જાય છે અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે. માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો. ૧૭૮.
હવે બંધ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે જ્ઞાનના મહિમાના અર્થનું કળશકાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [कारणानां रागादीनाम् उदयं] બંધનાં કારણરૂપ જે રાગાદિક (રાગાદિક- ભાવો) તેમના ઉદયને [अदयम्] નિર્દય રીતે (અર્થાત્ ઉગ્ર પુરુષાર્થથી) [दारयत्] વિદારતી થકી, [कार्यं विविधम् बन्धं] તે રાગાદિકના કાર્યરૂપ (જ્ઞાનાવરણાદિ) અનેક પ્રકારના બંધને [अधुना] હમણાં [सद्यः एव] તત્કાળ જ [प्रणुद्य] દૂર કરીને, [एतत् ज्ञानज्योतिः] આ જ્ઞાનજ્યોતિ — [क्षपिततिमिरं] કે જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે તે — [साधु] સારી રીતે [सन्नद्धम्] સજ્જ થઈ, — [तद्-वत् यद्-वत्] એવી રીતે સજ્જ થઈ કે [अस्य प्रसरम् अपरः कः अपि न आवृणोति] તેના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહિ.
ભાવાર્થઃ — જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે, રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતો નથી, ત્યારે પછી તેને ( – જ્ઞાનને) આવરણ કરનારું કોઈ રહેતું નથી, તે સદાય પ્રકાશમાન જ રહે છે. ૧૭૯.