૫૦૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
जह परदव्वं सेडदि दु सेडिया अप्पणो सहावेण ।
तह परदव्वं विजहदि णादा वि सएण भावेण ।।३६३।।
जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण ।
तह परदव्वं सद्दहदि सम्मदिट्ठी सहावेण ।।३६४।।
एवं ववहारस्स दु विणिच्छओ णाणदंसणचरित्ते ।
भणिदो अण्णेसु वि पज्जएसु एमेव णादव्वो ।।३६५।।
यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति ।
तथा ज्ञायकस्तु न परस्य ज्ञायको ज्ञायकः स तु ।।३५६।।
यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति ।
तथा दर्शकस्तु न परस्य दर्शको दर्शकः स तु ।।३५७।।
यथा सेटिका तु न परस्य सेटिका सेटिका च सा भवति ।
तथा संयतस्तु न परस्य संयतः संयतः स तु ।।३५८।।
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
જ્ઞાતાય એ રીત ત્યાગતો નિજ ભાવથી પરદ્રવ્યને; ૩૬૩.
જ્યમ નિજ સ્વભાવથી સેટિકા પરદ્રવ્યને ધોળું કરે,
સુદ્રષ્ટિ એ રીત શ્રદ્ધતો નિજ ભાવથી પરદ્રવ્યને. ૩૬૪.
એમ જ્ઞાન-દર્શન-ચરિતમાં નિર્ણય કહ્યો વ્યવહારનો,
ને અન્ય પર્યાયો વિષે પણ એ જ રીતે જાણવો. ૩૬૫.
ગાથાર્થઃ — (જોકે વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેય-જ્ઞાયક, દ્રશ્ય-દર્શક, ત્યાજ્ય-
ત્યાજક ઇત્યાદિ સંબંધ છે, તોપણ નિશ્ચયે તો આ પ્રમાણે છેઃ — ) [यथा] જેમ [सेटिका तु]
ખડી [परस्य न] પરની ( – ભીંત આદિની) નથી, [सेटिका] ખડી [सा च सेटिका भवति] તે તો
ખડી જ છે, [तथा] તેમ [ज्ञायकः तु] જ્ઞાયક (જાણનારો, આત્મા) [परस्य न] પરનો (પરદ્રવ્યનો)
નથી, [ज्ञायकः] જ્ઞાયક [सः तु ज्ञायकः] તે તો જ્ઞાયક જ છે. [यथा] જેમ [सेटिका तु] ખડી
[परस्य न] પરની નથી, [सेटिका] ખડી [सा च सेटिका भवति] તે તો ખડી જ છે, [तथा] તેમ
[दर्शकः तु] દર્શક (દેખનારો, આત્મા) [परस्य न] પરનો નથી, [दर्शकः] દર્શક [सः तु दर्शकः]