૫૦૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
एवं व्यवहारस्य तु विनिश्चयो ज्ञानदर्शनचरित्रे ।
भणितोऽन्येष्वपि पर्यायेषु एवमेव ज्ञातव्यः ।।३६५।।
सेटिकात्र तावच्छवेतगुणनिर्भरस्वभावं द्रव्यम् । तस्य तु व्यवहारेण श्वैत्यं
कुङ्यादिपरद्रव्यम् । अथात्र कुडयादेः परद्रव्यस्य श्वैत्यस्य श्वेतयित्री सेटिका किं
भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यते — यदि सेटिका कुडयादेर्भवति
तदा यस्य यद्भवति तत्तदेव भवति, यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे
जीवति सेटिका कुडयादेर्भवन्ती कुडयादिरेव भवेत्; एवं सति सेटिकायाः
स्वद्रव्योच्छेदः । न च द्रव्यान्तरसङ्क्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाद्द्रव्यस्यास्त्युच्छेदः । ततो
न भवति सेटिका कुडयादेः । यदि न भवति सेटिका कुडयादेस्तर्हि कस्य सेटिका
भवति ? सेटिकाया एव सेटिका भवति । ननु कतराऽन्या सेटिका सेटिकायाः
સફેદ કરે છે, [तथा] તેમ [ज्ञाता अपि] જ્ઞાતા પણ [स्वकेन भावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं]
પરદ્રવ્યને [विजहाति] ત્યાગે છે. [यथा] જેમ [सेटिका] ખડી [आत्मनः स्वभावेन] પોતાના
સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [सेटयति] સફેદ કરે છે, [तथा] તેમ [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ
[स्वभावेन] પોતાના સ્વભાવથી [परद्रव्यं] પરદ્રવ્યને [श्रद्धत्ते] શ્રદ્ધે છે. [एवं तु] આ પ્રમાણે
[ज्ञानदर्शनचरित्रे] જ્ઞાન-દર્શન-ચારિત્ર વિષે [व्यवहारनयस्य विनिश्चयः] વ્યવહારનયનો નિર્ણય
[भणितः] કહ્યો; [अन्येषु पर्यायेषु अपि] બીજા પર્યાયો વિષે પણ [एवम् एव ज्ञातव्यः] એ રીતે
જ જાણવો.
ટીકાઃ — આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત
-આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વૈત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે).
હવે, ‘શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી?’
— એમ તે બન્નેનો તાત્ત્વિક (પારમાર્થિક) સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ — જો ખડી
ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય,
જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે ( – જુદું દ્રવ્ય નથી);’ — આવો તાત્ત્વિક
સંબંધ જીવંત (અર્થાત્ વિદ્યમાન) હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત
-આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ, ભીંત-આદિથી જુદું દ્રવ્ય
ન હોવું જોઈએ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ (નાશ) થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ
તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો