Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 509 of 642
PDF/HTML Page 540 of 673

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૦૯
सेटिका सेटिकायाः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न
किमपि तर्हि न कस्यापि सेटिका, सेटिका सेटिकैवेति निश्चयः यथायं
द्रष्टान्तस्तथायं दार्ष्टान्तिकःचेतयितात्र तावद्दर्शनगुणनिर्भरस्वभावं द्रव्यम् तस्य तु
व्यवहारेण द्रश्यं पुद्गलादिपरद्रव्यम् अथात्र पुद्गलादेः परद्रव्यस्य द्रश्यस्य दर्शकश्चेतयिता
किं भवति किं न भवतीति तदुभयतत्त्वसम्बन्धो मीमांस्यतेयदि चेतयिता पुद्गलादेर्भवति
तदा यस्य यद्भवति तत्तदेव भवति यथात्मनो ज्ञानं भवदात्मैव भवतीति तत्त्वसम्बन्धे
जीवति चेतयिता पुद्गलादेर्भवन् पुद्गलादिरेव भवेत्; एवं सति चेतयितुः स्वद्रव्योच्छेदः
न च द्रव्यान्तरसङ्क्रमस्य पूर्वमेव प्रतिषिद्धत्वाद्द्रव्यस्यास्त्युच्छेदः ततो न भवति चेतयिता
पुद्गलादेः यदि न भवति चेतयिता पुद्गलादेस्तर्हि कस्य चेतयिता भवति ? चेतयितुरेव
चेतयिता भवति ननु कतरोऽन्यश्चेतयिता चेतयितुर्यस्य चेतयिता भवति ? न खल्वन्यश्चेतयिता
चेतयितुः, किन्तु स्वस्वाम्यंशावेवान्यौ किमत्र साध्यं स्वस्वाम्यंशव्यवहारेण ? न किमपि
કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ)
ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો
જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી
ખડી કોઈની નથી, ખડી ખડી જ છે
એ નિશ્ચય છે. જેમ આ દ્રષ્ટાંત છે, તેમ આ (નીચે
પ્રમાણે) દાર્ષ્ટાંત છેઃઆ જગતમાં ચેતયિતા છે તે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય
છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું દ્રશ્ય છે. હવે, ‘દર્શક (દેખનારો અથવા
શ્રદ્ધનારો) ચેતયિતા, દ્રશ્ય (દેખાવાયોગ્ય અથવા શ્રદ્ધાવાયોગ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો
છે કે નથી?’
એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃજો ચેતયિતા
પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ ‘જેનું જે હોય તે તે જ હોય, જેમ
આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે;’
આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી,
ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા
પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ
દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે
જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી. (આગળ
વિચારીએઃ) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા
છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો કયો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે?
(આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ