આ ત્રણ ભંગોને
‘૩૧’ની સંજ્ઞાથી ઓળખી શકાય. ૮ થી ૧૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી
બબ્બે લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને ‘૨૩’ની સંજ્ઞાવાળા
ભંગો તરીકે ઓળખી શકાય. ૧૧થી ૧૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બબ્બે
લઈને તેમના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. આ નવ ભંગોને ‘૨૨’ની
સંજ્ઞાથી ઓળખી શકાય. ૨૦ થી ૨૮ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી બબ્બે
લઈને તેમના પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યાં. આ નવ ભંગોને ‘૨૧’ની સંજ્ઞાવાળા
ભંગો તરીકે ઓળખી શકાય. ૨૯ થી ૩૧ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી
એકેક લઈને તેમના પર મન, વચન, કાયા ત્રણે લગાવ્યાં. આ ત્રણ ભંગોને ‘૧૩’ની સંજ્ઞાથી
ઓળખી શકાય. ૩૨ થી ૪૦ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને
તેમના પર મન, વચન, કાયામાંથી બબ્બે લગાવ્યાં. આ નવ ભંગોને ‘૧૨’ની સંજ્ઞાથી ઓળખી
શકાય. ૪૧ થી ૪૯ સુધીના ભંગોમાં કૃત, કારિત, અનુમોદનામાંથી એકેક લઈને તેમના
પર મન, વચન, કાયામાંથી એકેક લગાવ્યું. આ નવ ભંગોને ‘૧૧’ની સંજ્ઞાથી ઓળખી
શકાય. બધા મળીને ૪૯ ભંગ થયા.)
વચન, કાયામાંથી બે લીધાં તે બતાવવા ‘૩’ની પાસે ‘૨’નો આંકડો મૂકવો. એ રીતે ‘૩૨’ની
સંજ્ઞા થઈ.