કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૪૭
चेति ४२ । न कुर्वन्तमप्यन्यं समनुजानामि मनसा चेति ४३ । न करोमि वाचा चेति ४४ ।
न कारयामि वाचा चेति ४५ । न कुर्वन्तमप्यन्यं समनुजानामि वाचा चेति ४६ । न करोमि
कायेन चेति ४७ । न कारयामि कायेन चेति ४८ । न कुर्वन्तमप्यन्यं समनुजानामि कायेन
चेति ४९ ।
(आर्या)
मोहविलासविजृम्भितमिदमुदयत्कर्म सकलमालोच्य ।
आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ।।२२७।।
इत्यालोचनाकल्पः समाप्तः ।
અનુમોદતો નથી મનથી. ૪૩. હું કરતો નથી વચનથી. ૪૪. હું કરાવતો નથી વચનથી. ૪૫.
હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી વચનથી. ૪૬. હું કરતો નથી કાયાથી. ૪૭.
હું કરાવતો નથી કાયાથી. ૪૮. હું અન્ય કરતો હોય તેને અનુમોદતો નથી કાયાથી. ૪૯.
(આ રીતે, પ્રતિક્રમણના જેવા જ આલોચનામાં પણ ૪૯ ભંગ કહ્યા.)
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — (નિશ્ચયચારિત્રને અંગીકાર કરનાર કહે છે કે — ) [मोहविलास-
-विजृम्भितम् इदम् उदयत् कर्म] મોહના વિલાસથી ફેલાયેલું જે આ ઉદયમાન (ઉદયમાં આવતું)
કર્મ [सकलम् आलोच्य] તે સમસ્તને આલોચીને ( – તે સર્વ કર્મની આલોચના કરીને – )
[निष्कर्मणि चैतन्य-आत्मनि आत्मनि आत्मना नित्यम् वर्ते] હું નિષ્કર્મ (અર્થાત્ સર્વ કર્મોથી રહિત)
ચૈતન્યસ્વરૂપ આત્મામાં આત્માથી જ ( – પોતાથી જ – ) નિરંતર વર્તું છું.
ભાવાર્થઃ — વર્તમાન કાળમાં કર્મનો ઉદય આવે તેના વિષે જ્ઞાની એમ વિચારે છે
કે — પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તેનું આ કાર્ય છે, મારું તો આ કાર્ય નથી. હું આનો કર્તા નથી,
હું તો શુદ્ધચૈતન્યમાત્ર આત્મા છું. તેની દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ છે. તે દર્શનજ્ઞાનરૂપ પ્રવૃત્તિ વડે
હું આ ઉદયમાં આવેલા કર્મનો દેખનાર-જાણનાર છું. મારા સ્વરૂપમાં જ હું વર્તું છું. આવું
અનુભવન કરવું તે જ નિશ્ચયચારિત્ર છે. ૨૨૭.
આ રીતે આલોચનાકલ્પ સમાપ્ત થયો.
(હવે ટીકામાં પ્રત્યાખ્યાનકલ્પ અર્થાત
્ પ્રત્યાખ્યાનનો વિધિ કહે છેઃ —
(પ્રત્યાખ્યાન કરનાર કહે છે કેઃ — )