૫૫૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथ सकलकर्मफलसंन्यासभावनां नाटयति —
(आर्या)
विगलन्तु कर्मविषतरुफलानि मम भुक्तिमन्तरेणैव ।
सञ्चेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानम् ।।२३०।।
नाहं मतिज्ञानावरणीयकर्मफलं भुञ्जे, चैतन्यात्मानमात्मानमेव सञ्चेतये १ । नाहं
[त्रैकालिकं समस्तम् कर्म] ત્રણે કાળનાં સમસ્ત કર્મોને [अपास्य] દૂર કરીને — છોડીને, [शुद्धनय -
अवलम्बी] શુદ્ધનયાવલંબી (અર્થાત્ શુદ્ધનયને અવલંબનાર) અને [विलीन - मोहः] વિલીનમોહ
(અર્થાત્ જેનું મિથ્યાત્વ નષ્ટ થયું છે) એવો હું [अथ] હવે [विकारैः रहितं चिन्मात्रम् आत्मानम्]
(સર્વ) વિકારોથી રહિત ચૈતન્યમાત્ર આત્માને [अवलम्बे] અવલંબું છું. ૨૨૯.
હવે સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ —
(ત્યાં પ્રથમ, તે કથનના સમુચ્ચય - અર્થનું કાવ્ય કહે છેઃ — )
શ્લોકાર્થઃ — (સમસ્ત કર્મફળની સંન્યાસભાવના કરનાર કહે છે કે — ) [कर्म-विष-तरु-
फलानि] કર્મરૂપી વિષવૃક્ષનાં ફળ [मम भुक्तिम् अन्तरेण एव] મારા ભોગવ્યા વિના જ [विगलन्तु]
ખરી જાઓ; [अहम् चैतन्य - आत्मानम् आत्मानम् अचलं सञ्चेतये] હું (મારા) ચૈતન્યસ્વરૂપ
આત્માને નિશ્ચળપણે સંચેતું છું — અનુભવું છું.
ભાવાર્થઃ — જ્ઞાની કહે છે કે — જે કર્મ ઉદયમાં આવે છે તેના ફળને હું જ્ઞાતા
-દ્રષ્ટાપણે જાણું - દેખું છું, તેનો ભોક્તા થતો નથી, માટે મારા ભોગવ્યા વિના જ તે કર્મ ખરી
જાઓ; હું મારા ચૈતન્યસ્વરૂપ આત્મામાં લીન થયો થકો તેનો દેખનાર - જાણનાર જ હોઉં.
અહીં એટલું વિશેષ જાણવું કે — અવિરત, દેશવિરત તથા પ્રમત્તસંયત દશામાં તો આવું
જ્ઞાન - શ્રદ્ધાન જ પ્રધાન છે, અને જ્યારે જીવ અપ્રમત્ત દશાને પામીને શ્રેણી ચડે છે ત્યારે આ
અનુભવ સાક્ષાત્ હોય છે. ૨૩૦.
(હવે ટીકામાં સકળ કર્મફળના સંન્યાસની ભાવનાને નચાવે છેઃ — )
હું (જ્ઞાની હોવાથી) મતિજ્ઞાનાવરણીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ
આત્માને જ સંચેતું છું અર્થાત્ એકાગ્રપણે અનુભવું છું. (અહીં ‘ચેતવું’ એટલે અનુભવવું, વેદવું,
ભોગવવું. ‘સં’ ઉપસર્ગ લાગવાથી, ‘સંચેતવું’ એટલે ‘એકાગ્રપણે અનુભવવું’ એવો અર્થ અહીં