(ઉત્તરઃ — ) પ્રસિદ્ધત્વ અને *પ્રસાધ્યમાનત્વને લીધે લક્ષણ અને લક્ષ્યનો વિભાગ
કરવામાં આવ્યો છે. જ્ઞાન પ્રસિદ્ધ છે, કારણ કે જ્ઞાનમાત્રને સ્વસંવેદનથી સિદ્ધપણું છે (અર્થાત્
જ્ઞાન સર્વ પ્રાણીઓને સ્વસંવેદનરૂપ અનુભવમાં આવે છે); તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે
પ્રસાધ્યમાન, તદ્ - અવિનાભૂત ( – જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળા) અનંત ધર્મોના
સમુદાયરૂપ મૂર્તિ આત્મા છે. (જ્ઞાન પ્રસિદ્ધ છે; અને જ્ઞાન સાથે જેમનો અવિનાભાવી સંબંધ
છે એવા અનંત ધર્મોના સમુદાયસ્વરૂપ આત્મા તે જ્ઞાન વડે પ્રસાધ્યમાન છે.) માટે જ્ઞાનમાત્રમાં
અચલિતપણે સ્થાપેલી દ્રષ્ટિ વડે, ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો, તદ્ - અવિનાભૂત ( – જ્ઞાનની
સાથે અવિનાભાવી સંબંધવાળો) અનંતધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય
ખરેખર એક આત્મા છે.
આ કારણે જ અહીં આત્માનો જ્ઞાનમાત્રપણે વ્યપદેશ છે.
(પ્રશ્નઃ — ) જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને
જ્ઞાનમાત્રપણું કઈ રીતે છે?
(ઉત્તરઃ — ) પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણત એક જ્ઞપ્તિમાત્ર
ભાવરૂપે પોતે જ હોવાથી (અર્થાત્ પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણમેલી
જે એક જાણનક્રિયા તે જાણનક્રિયામાત્ર ભાવરૂપે પોતે જ હોવાથી) આત્માને જ્ઞાનમાત્રપણું છે.
માટે જ તેને જ્ઞાનમાત્ર એક ભાવની અંતઃપાતિની ( – જ્ઞાનમાત્ર એક ભાવની અંદર પડનારી
અર્થાત્ જ્ઞાનમાત્ર એક ભાવની અંદર આવી જતી – ) અનંત શક્તિઓ ઊછળે છે. (આત્માના
જેટલા ધર્મો છે તે બધાયને, લક્ષણભેદે ભેદ હોવા છતાં, પ્રદેશભેદ નથી; આત્માના એક
પરિણામમાં બધાય ધર્મોનું પરિણમન રહેલું છે. તેથી આત્માના એક જ્ઞાનમાત્ર ભાવની અંદર
અનંત શક્તિઓ રહેલી છે. માટે જ્ઞાનમાત્ર ભાવમાં — જ્ઞાનમાત્ર ભાવસ્વરૂપ આત્મામાં — અનંત
શક્તિઓ ઊછળે છે.) તેમાંની કેટલીક શક્તિઓ નીચે પ્રમાણે છેઃ — આત્મદ્રવ્યને કારણભૂત
એવા ચૈતન્યમાત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી જીવત્વશક્તિ. (આત્મદ્રવ્યને
स्वसंवेदनसिद्धत्वात्ः तेन प्रसिद्धेन प्रसाध्यमानस्तदविनाभूतानन्तधर्मसमुदयमूर्तिरात्मा । ततो
ज्ञानमात्राचलितनिखातया द्रष्टया क्रमाक्रमप्रवृत्तं तदविनाभूतं अनन्तधर्मजातं यद्यावल्लक्ष्यते
तत्तावत्समस्तमेवैकः खल्वात्मा । एतदर्थमेवात्रास्य ज्ञानमात्रतया व्यपदेशः । ननु
क्रमाक्रमप्रवृत्तानन्तधर्ममयस्यात्मनः कथं ज्ञानमात्रत्वम् ? परस्परव्यतिरिक्तानन्तधर्मसमुदाय-
परिणतैकज्ञप्तिमात्रभावरूपेण स्वयमेव भवनात् । अत एवास्य ज्ञानमात्रैकभावान्तःपातिन्योऽनन्ताः
૬૧૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
* પ્રસાધ્યમાન = પ્રસિદ્ધ કરવામાં આવતું હોય તે. (જ્ઞાન પ્રસિદ્ધ છે અને આત્મા પ્રસાધ્યમાન છે.)