Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 59 of 642
PDF/HTML Page 90 of 673

 

background image
यदि स पुद्गलद्रव्यीभूतो जीवत्वमागतमितरत्
तच्छक्तो वक्तुं यन्ममेदं पुद्गलं द्रव्यम् ।।२५।।
युगपदनेकविधस्य बन्धनोपाधेः सन्निधानेन प्रधावितानामस्वभावभावानां संयोगवशाद्विचित्रो-
पाश्रयोपरक्तः स्फ टिकोपल इवात्यन्ततिरोहितस्वभावभावतया अस्तमितसमस्तविवेकज्योतिर्महता
स्वयमज्ञानेन विमोहितहृदयो भेदमकृ त्वा तानेवास्वभावभावान्
स्वीकुर्वाणः पुद्गलद्रव्यं
ममेदमित्यनुभवति किलाप्रतिबुद्धो जीवः अथायमेव प्रतिबोध्यतेरे दुरात्मन्, आत्मपंसन्,
जहीहि जहीहि परमाविवेकघस्मरसतृणाभ्यवहारित्वम् दूरनिरस्तसमस्तसन्देहविपर्यासानध्यवसायेन
છે કે [इदं][बद्धम् तथा च अबद्धं] શરીરાદિ બદ્ધ તેમ જ ધનધાન્યાદિ અબદ્ધ [पुद्गलं
द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [मम] મારું છે. આચાર્ય કહે છેઃ [सर्वज्ञज्ञानदृष्टः] સર્વજ્ઞના જ્ઞાન વડે
દેખવામાં આવેલો જે [नित्यम्] સદા [उपयोगलक्षणः] ઉપયોગલક્ષણવાળો [जीवः] જીવ છે [सः]
તે [पुद्गलद्रव्यीभूतः] પુદ્ગલદ્રવ્યરૂપ [कथं] કેમ થઈ શકે [यत्] કે [भणसि] તું કહે છે કે
[इदं मम] આ પુદ્ગલદ્રવ્ય મારું છે? [यदि] જો [सः] જીવદ્રવ્ય [पुद्गलद्रव्यीभूतः]
પુદ્ગલદ્રવ્યરૂપ થઈ જાય અને [इतरत्] પુદ્ગલદ્રવ્ય [जीवत्वम्] જીવપણાને [आगतम्] પામે
[तत्] તો [वक्तुं शक्तः] તું કહી શકે [यत्] કે [इदं पुद्गलं द्रव्यम्] આ પુદ્ગલદ્રવ્ય [मम]
મારું છે. (પણ એવું તો થતું નથી.)
ટીકાએકીસાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક
વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા
આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિકપાષાણ જેવો છે, અત્યંત તિરોભૂત (ઢંકાયેલા) પોતાના
સ્વભાવભાવપણાથી જે જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને
મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે
એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો
ભેદ નહિ કરીને, પેલા અસ્વભાવભાવોને જ (પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ)
પોતાના કરતો, પુદ્ગલદ્રવ્યને ‘આ મારું છે’ એમ અનુભવે છે. (જેમ સ્ફટિકપાષાણમાં અનેક
પ્રકારના વર્ણની નિકટતાથી અનેકવર્ણરૂપપણું દેખાય છે, સ્ફટિકનો નિજ શ્વેત-નિર્મળભાવ
દેખાતો નથી તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધિથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત
થઈ રહ્યો છે
દેખાતો નથી તેથી પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે.) એવા અપ્રતિબુદ્ધને હવે
સમજાવવામાં આવે છે કેએ દુરાત્મન્! આત્માનો ઘાત કરનાર! જેમ પરમ અવિવેકથી
આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
૫૯