Samaysar Kalash Tika (Gujarati). Shlok: 187-188.

< Previous Page   Next Page >


Page 178 of 269
PDF/HTML Page 200 of 291

 

૧૭૮

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

એવા ભાવથી રહિત છે. કેવો છે સમ્યગ્દ્રષ્ટિ જીવ? ‘‘स्वद्रव्ये संवृतः’’ પોતાના આત્મદ્રવ્યમાં સંવરરૂપ છે અર્થાત્ આત્મામાં મગ્ન છે. ૭-૧૮૬.

(માલિની)
अनवरतमनन्तैर्बध्यते सापराधः
स्पृशति निरपराधो बन्धनं नैव जातु
नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
भवति निरपराधः साधु शुद्धात्मसेवी
।।८-१८७।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘सापराधः अनवरतम् अनन्तैः बध्यते’’ (सापराधः) પરદ્રવ્યરૂપ છે પુદ્ગલકર્મ, તેને પોતારૂપ જાણે છે એવો મિથ્યાદ્રષ્ટિ જીવ (अनवरतम्) અખંડધારાપ્રવાહરૂપે (अनन्तैः) ગણનાથી અતીત જ્ઞાનાવરણાદિરૂપ બંધાય છે પુદ્ગલવર્ગણા, તેમના વડે (बध्यते) બંધાય છે. ‘‘निरपराधः जातु बन्धनं न एव स्पृशति’’ (निरपराधः) શુદ્ધસ્વરૂપને અનુભવે છે એવો સમ્યગ્દ્રષ્ટિ જીવ (जातु) કોઈ પણ કાળે (बन्धनं) પૂર્વોક્ત કર્મબંધને (न स्पृशति) સ્પર્શતો નથી, (एव) નિશ્ચયથી. હવે સાપરાધ-નિરપરાધનું લક્ષણ કહે છે‘‘अयम् अशुद्धं स्वं नियतम् भजन् सापराधः भवति’’ (अयम्) મિથ્યાદ્રષ્ટિ જીવ, (अशुद्धं) રાગાદિ અશુદ્ધ પરિણામરૂપ પરિણમ્યું છે એવા (स्वं) પોતાના જીવદ્રવ્યને (नियतम् भजन्) એવું જ નિરંતર અનુભવતો થકો (सापराधः भवति) અપરાધ સહિત હોય છે. ‘‘साधु शुद्धात्मसेवी निरपराधः भवति’’ (साधु) જેમ છે તેમ (शुद्धात्म) સકળ રાગાદિ અશુદ્ધપણાથી ભિન્ન શુદ્ધ ચિદ્રૂપમાત્ર એવા જીવદ્રવ્યને (सेवी) સેવે છે અર્થાત્ તેના અનુભવથી બિરાજમાન છે જે સમ્યગ્દ્રષ્ટિ જીવ તે (निरपराधः भवति) સમસ્ત અપરાધથી રહિત છે; તેથી કર્મનો બંધક થતો નથી. ૮-૧૮૭.

अतो हताः प्रमादिनो गताः सुखासीनतां
प्रलीनं चापलमुन्मूलितमालंबनम्
आत्मन्येवालानितं च चित्त-
मासंपूर्णविज्ञानघनोपलब्धेः
।।९-१८८।।