૨૦૮
(किञ्चन अपि अन्यद्द्रव्य) આઠ કર્મરૂપ અથવા શરીર, મન, વચન-નોકર્મરૂપ અથવા બાહ્ય ભોગસામગ્રી ઇત્યાદિરૂપ છે જેટલું પરદ્રવ્ય તે, (तत्त्वद्रष्टया) દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દ્રષ્ટિથી (रागद्वेषोत्पादकं) અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષપરિણામ તેમને ઉપજાવવા સમર્થ (न वीक्ष्यते) જોવામાં આવતું નથી; [કહેલો અર્થ ગાઢો – દ્રઢ કરે છે — ] ‘‘यस्मात् सर्वद्रव्योत्पत्तिः स्वस्वभावेन अन्तश्चकास्ति’’ (यस्मात्) કારણ કે (सर्वद्रव्य) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, કાળ અને આકાશના (उत्पत्तिः) અખંડધારારૂપ પરિણામ (स्वस्वभावेन) પોતપોતાના સ્વરૂપે છે, (अन्तः चकास्ति) એવું જ અનુભવમાં નિશ્ચિત થાય છે અને એમ જ વસ્તુ સધાય છે, અન્યથા વિપરીત છે. કેવી છે પરિણતિ? ‘‘अत्यन्तं व्यक्ता’’ અતિશય પ્રગટ છે. ૨૭-૨૧૯.
कतरदपि परेषां दूषणं नास्ति तत्र ।
भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ।।२८-२२०।।
ખંડાન્વય સહિત અર્થઃ — ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય સંસારઅવસ્થામાં રાગ-દ્વેષ-મોહ — અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે તે, વસ્તુનું સ્વરૂપ વિચારતાં, જીવનો દોષ છે, પુદ્ગલદ્રવ્યનો દોષ કાંઈ નથી; કારણ કે જીવદ્રવ્ય પોતાના વિભાવ – મિથ્યાત્વરૂપ પરિણમતું થકું પોતાના અજ્ઞાનપણાને લીધે રાગ-દ્વેષ-મોહરૂપ પોતે પરિણમે છે. જો કદી શુદ્ધ પરિણતિરૂપ થઈને શુદ્ધસ્વરૂપના અનુભવરૂપ પરિણમે, રાગ-દ્વેષ-મોહરૂપ ન પરિણમે, તો પુદ્ગલદ્રવ્યનો શો ઇલાજ ચાલે? તે જ કહે છે — ‘‘
इह यत् रागद्वेषदोषप्रसूतिः भवति तत्र कतरत् अपि परेषां दूषणं नास्ति’’ (इह) અશુદ્ધ અવસ્થામાં (यत्) જે કાંઈ (रागद्वेषदोषप्रसूतिः भवति) રાગાદિ અશુદ્ધ પરિણતિ થાય છે (तत्र) તે અશુદ્ધ પરિણતિ થવામાં (कतरत् अपि) અત્યંત થોડું પણ, (परेषां दूषणं नास्ति) જેટલી સામગ્રી છે — જ્ઞાનાવરણાદિ કર્મનો ઉદય અથવા શરીર-મન- વચન અથવા પંચેન્દ્રિય ભોગસામગ્રી ઇત્યાદિ ઘણી સામગ્રી છે — તેમાં કોઈનું દૂષણ