स्फु टतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम् ।
कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ।।४-३६।।✽
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘आत्मा आत्मनि इमम् आत्मानम् कलयतु’’ (आत्मा) આત્મા અર્થાત્ જીવદ્રવ્ય (आत्मनि) પોતામાં (इमम् आत्मानम्) પોતાને (कलयतु) નિરંતર અનુભવો. કેવો છે અનુભવયોગ્ય આત્મા? ‘‘विश्वस्य साक्षात् उपरि चरन्तं’’ (विश्वस्य) સમસ્ત ત્રૈલોક્યમાં (उपरि चरन्तं) સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે — (साक्षात्) એવો જ છે, વધારીને નથી કહેતા. વળી કેવો છે? ‘‘चारु’’ સુખસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘परम्’’ શુદ્ધસ્વરૂપ છે. વળી કેવો છે? ‘‘अनन्तम्’’ શાશ્વત છે. હવે જે રીતે અનુભવ થાય છે તે જ કહે છે — ‘‘चिच्छक्तिरिक्तं सकलम् अपि अह्नाय विहाय’’ (चित्-शक्तिरिक्तं) જ્ઞાનગુણથી શૂન્ય એવાં (सकलम् अपि) સમસ્ત દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મોને (अह्नाय) મૂળથી (विहाय) છોડીને. ભાવાર્થ આમ છે કે જેટલી કોઈ કર્મજાતિ છે તે સમસ્ત હેય છે, તેમાં કોઈ કર્મ ઉપાદેય નથી. વળી અનુભવ જે રીતે થાય છે તે કહે છે — ‘‘चिच्छक्तिमात्रम् स्वं च स्फु टतरम् अवगाह्य’’ (चित्-शक्तिमात्रम्) જ્ઞાનગુણ તે જ છે સ્વરૂપ જેનું એવા (स्वं च) પોતાને (स्फु टतरम्) પ્રત્યક્ષપણે (अवगाह्य) આસ્વાદીને. ભાવાર્થ આમ છે કે જેટલા વિભાવપરિણામો છે તે બધાય જીવના નથી, શુદ્ધ ચૈતન્યમાત્ર જીવ છે એવો અનુભવ કર્તવ્ય છે. ૪ – ૩૬.
भिन्ना भावाः सर्व एवास्य पुंसः ।
नो द्रष्टाः स्युद्रर्ष्टमेकं परं स्यात् ।।५-३७।।
૪૦
✽ મુદ્રિત ‘‘આત્મખ્યાતિ’’ ટીકામાં શ્લોક નં. ૩૫ અને ૩૬ આગળ પાછળ આવ્યા છે.