કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવદ્રવ્યનું અને પુદ્ગલદ્રવ્યનું એક સત્ત્વ નથી (ત્યાં) કર્તા-કર્મ-ક્રિયાની ઘટના કેવી? ૬ – ૫૧.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘सदा एकः परिणमति’’ (सदा) ત્રણે કાળે (एकः) સત્તામાત્ર વસ્તુ (परिणमति) પોતાનામાં અવસ્થાન્તરરૂપ થાય છે; ‘‘सदा एकस्य परिणामः जायते’’ (सदा) ત્રિકાળગોચર (एकस्य) સત્તામાત્ર છે વસ્તુ તેની (परिणामः जायते) અવસ્થા વસ્તુરૂપ છે; [ભાવાર્થ આમ છે કે જેમ સત્તામાત્ર વસ્તુ અવસ્થારૂપ છે તેમ અવસ્થા પણ વસ્તુરૂપ છે;] ‘‘परिणतिः एकस्य स्यात्’’ (परिणतिः) ક્રિયા (एकस्य स्यात्) તે પણ સત્તામાત્ર વસ્તુની છે; [ભાવાર્થ આમ છે કે ક્રિયા પણ વસ્તુમાત્ર છે, વસ્તુથી ભિન્ન સત્ત્વ નથી;] ‘‘यतः अनेकम् अपि एकम् एव’’ (यतः) કારણ કે (अनेकम्) એક સત્ત્વના કર્તા-કર્મ-ક્રિયારૂપ ત્રણ ભેદ (अपि) – એવું પણ જોકે છે તોપણ (एकम् एव) સત્તામાત્ર વસ્તુ છે, ત્રણેય વિકલ્પો જૂઠા છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાનાવરણાદિ દ્રવ્યરૂપ પુદ્ગલપિંડ-કર્મનો કર્તા જીવવસ્તુ છે એવું જાણપણું મિથ્યાજ્ઞાન છે, કેમ કે એક સત્ત્વમાં કર્તા-કર્મ-ક્રિયા ઉપચારથી કહેવાય છે; ભિન્ન સત્ત્વરૂપ છે જે જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય તેમને કર્તા-કર્મ-ક્રિયા ક્યાંથી ઘટશે? ૭ – ૫૨.
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘खलु उभौ न परिणमतः’’ (खलु) એવો નિશ્ચય છે કે (उभौ) એક ચેતનાલક્ષણ જીવદ્રવ્ય અને એક અચેતન કર્મ-પિંડરૂપ પુદ્ગલદ્રવ્ય (न परिणमतः) મળીને એક પરિણામરૂપે પરિણમતાં નથી; [ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપે અથવા અશુદ્ધ ચેતનારૂપે વ્યાપ્ય-વ્યાપકપણે પરિણમે