કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યાપ્ય-વ્યાપકપણે જીવદ્રવ્ય કર્તા છે તેવી જ રીતે પુદ્ગલદ્રવ્ય પણ અશુદ્ધ ચેતનારૂપ રાગ-દ્વેષ-મોહપરિણામનું કર્તા છે એમ તો નથી; જીવદ્રવ્ય પોતાના રાગ- દ્વેષ-મોહપરિણામનું કર્તા છે, પુદ્ગલદ્રવ્ય કર્તા નથી;] ‘‘एकस्य द्वे कर्मणी न स्तः’’ (एकस्य) એક દ્રવ્યના (द्वे कर्मणी न स्तः) બે પરિણામ હોતા નથી; [ભાવાર્થ આમ છે કે જેવી રીતે જીવદ્રવ્ય રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતનાપરિણામનું વ્યાપ્ય- વ્યાપકપણે કર્તા છે તેવી રીતે જ્ઞાનાવરણાદિ અચેતન કર્મનો કર્તા જીવ છે એમ તો નથી; પોતાના પરિણામનો કર્તા છે, અચેતનપરિણામરૂપ કર્મનો કર્તા નથી;] ‘‘च एकस्य द्वे क्रिये न’’ (च) વળી (एकस्य) એક દ્રવ્યની (द्वे क्रिये न) બે ક્રિયા હોતી નથી; [ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જેવી રીતે ચેતનપરિણતિરૂપ પરિણમે છે તેવી જ રીતે અચેતનપરિણતિરૂપ પરિણમતું હોય એમ તો નથી;] ‘‘यतः एकम् अनेकं न स्यात्’’ (यतः) કારણ કે (एकम्) એક દ્રવ્ય (अनेकं न स्यात्) બે દ્રવ્યરૂપ કેમ થાય? ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય એક ચેતનદ્રવ્યરૂપ છે તે જો પહેલાં અનેક દ્રવ્યરૂપ થાય તો જ્ઞાનાવરણાદિ કર્મનું કર્તા પણ થાય, પોતાના રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ ચેતનપરિણામનું પણ કર્તા થાય; પણ એમ તો છે નહિ. અનાદિનિધન જીવદ્રવ્ય એકરૂપ જ છે, તેથી પોતાના અશુદ્ધ ચેતનપરિણામનું કર્તા છે, અચેતનકર્મનું કર્તા નથી. આવું વસ્તુસ્વરૂપ છે. ૯ – ૫૪.
र्दुर्वारं ननु मोहिनामिह महाहङ्काररूपं तमः ।
तत्किं ज्ञानघनस्य बन्धनमहो भूयो भवेदात्मनः ।।१०-५५।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘ननु मोहिनाम् अहम् कुर्वे इति तमः आसंसारतः एव धावति’’ (ननु) અહો જીવ! (मोहिनाम्) મિથ્યાદ્રષ્ટિ જીવોનો (अहम् कुर्वे इति तमः) ‘જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા જીવ છે’ એવો છે જે મિથ્યાત્વરૂપ અંધકાર તે (आसंसारतः एव धावति) અનાદિ કાળથી એક-સંતાનરૂપ ચાલ્યો આવ્યો છે. કેવો છે