કહાનજૈનશાસ્ત્રમાળા ]
ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः ।
गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम् ।।१२-५७।।
ખંડાન્વય સહિત અર્થઃ — ‘‘यः अज्ञानतः तु रज्यते’’ (यः) જે કોઈ મિથ્યાદ્રષ્ટિ જીવ (अज्ञानतः तु) મિથ્યા દ્રષ્ટિથી જ (रज्यते) કર્મની વિચિત્રતામાં પોતાપણું જાણીને રંજાયમાન થાય છે તે, [તે જીવ કેવો છે?] ‘‘सतृणाभ्यवहारकारी’’ (सतृण) ઘાસ સહિત (अभ्यवहारकारी) આહાર કરે છે. ભાવાર્થ આમ છે કે જેમ હાથી અન્ન- ઘાસ મળેલાં જ બરાબર જાણીને ખાય છે, ઘાસનો અને અન્નનો વિવેક કરતો નથી, તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ કર્મની સામગ્રીને પોતાની જાણે છે, જીવનો અને કર્મનો વિવેક કરતો નથી. કેવો છે? ‘‘किल स्वयं ज्ञानं भवन् अपि’’ (किल स्वयं) નિશ્ચયથી સ્વરૂપમાત્રની અપેક્ષાએ (ज्ञानं भवन् अपि) જોકે જ્ઞાનસ્વરૂપ છે. વળી જીવ કેવો છે? ‘‘असौ नूनम् रसालम् पीत्वा गां दुग्धम् दोग्धि इव’’ (असौ) આ છે જે વિદ્યમાન જીવ (नूनम्) નિશ્ચયથી (रसालम्) શિખંડ (पीत्वा) પીને એમ માને છે કે (गां दुग्धम् दोग्धि इव) જાણે ગાયનું દૂધ પીએ છે. શાનાથી? ‘‘दधीक्षुमधुराम्लरसातिगृद्धया’’ (दधीक्षु) શિખંડમાં (मधुराम्लरस) મીઠા અને ખાટા સ્વાદની (अतिगृद्धया) અતિશય આસક્તિથી. ભાવાર્થ આમ છે કે સ્વાદલંપટ થયો થકો શિખંડ પીએ છે, સ્વાદભેદ કરતો નથી. એવું નિર્ભેદપણું માને છે કે જેવું ગાયનું દૂધ પીતાં નિર્ભેદપણું માનવામાં આવે છે. ૧૨ – ૫૭.
अज्ञानात् मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः ।
अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् शुद्धज्ञानमया अपि स्वयममी कर्त्रीभवंत्याकुलाः ।।१३-५८।।