૭૬
અર્થઃ – જીવ વેદ્ય (-વેદાવાયોગ્ય, જણાવાયોગ્ય) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ વેદ્ય નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે. ૪૩ – ૮૮.
चिति द्वयोर्द्वाविति पक्षपातौ ।
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।४४-८९।।
અર્થઃ — જીવ ‘ભાત’ (પ્રકાશમાન અર્થાત્ વર્તમાન પ્રત્યક્ષ) છે એવો એક નયનો પક્ષ છે અને જીવ ‘ભાત’ નથી એવો બીજા નયનો પક્ષ છે; આમ ચિત્સ્વરૂપ જીવ વિષે બે નયોના બે પક્ષપાત છે. જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે તેને નિરન્તર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિત્સ્વરૂપ જીવ જેવો છે તેવો નિરન્તર અનુભવાય છે).
ભાવાર્થઃ — બદ્ધ અબદ્ધ, મૂઢ અમૂઢ, રાગી અરાગી, દ્વેષી અદ્વેષી, કર્તા અકર્તા, ભોક્તા અભોક્તા, જીવ અજીવ, સૂક્ષ્મ સ્થૂલ, કારણ અકારણ, કાર્ય અકાર્ય, ભાવ અભાવ, એક અનેક, સાન્ત અનન્ત, નિત્ય અનિત્ય, વાચ્ય અવાચ્ય, નાના અનાના, ચેત્ય અચેત્ય, દ્રશ્ય અદ્રશ્ય, વેદ્ય અવેદ્ય, ભાત અભાત ઇત્યાદિ નયોના પક્ષપાત છે. જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો – વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિત્સ્વરૂપ જીવનો ચિત્સ્વરૂપે અનુભવ થાય છે.
જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિત્સ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્સ્વરૂપ કહ્યો છે. ૪૪ – ૮૯.
मेवं व्यतीत्य महतीं नयपक्षकक्षाम् ।
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रम् ।।४५-९०।।