અનંતભાવોને સમાવેલો હું પોતે સ્વયં સુખી છું. અને જગતથી,
જગતસંબંધી દુઃખોથી, રાગદ્વેષના ભાવોથી તો હું અત્યંત દૂરદૂર
થયો છું, એનાથી હું છૂટો પડયો છું, મારી પરિણતિનું પરિણમન એ
દુઃખરુપ હવે થતું નથી; મારી ચેતના હવે સ્વયં સુખરુપે પરિણમે
છે, તે દુઃખરુપે થતી નથી, તે પરભાવોને કરતી નથી, જગત સાથે
સંબંધ ધરાવતી નથી; જગતથી અત્યંત દૂર, અત્યંત અલિપ્ત એવી
મારી ચૈતન્યમય ચેતના, તે મારી અનુભૂતિમાં જ સમાય છે, અને
હું પણ તે ચેતનામાં જ સમાઉં છું. આમ પરમ ચેતનસ્વરુપે થયેલો
હું હવે પરમ સુખી છું, મોક્ષનો સાધક છું; હું હવે મહાવીરનાથનો
સાચો અનુયાયી છું અને એક રીતે કહીએ તો હું નાનકડો મહાવીર
છું. – (જિનેશ્વરકે લઘુનંદન)
છે તે રચના પરમ સિદ્ધક્ષેત્ર ગીરનારધામમાં થયેલી છે. ગીરનારમાં
જઈને લગભગ એકમાસ રહેલ, તે વખતે જેઠ સુદ ત્રીજ
લગભગમાં આ રચના થયેલી છે.
છઠ્ઠું – સાતમું ગુણસ્થાન નિર્વિકલ્પ પરમ ચૈતન્યઅનુભૂતિ પ્રગટ
કરી, જ્યાં મનઃપર્યયજ્ઞાન પ્રગટ કર્યું; ત્યારપછી અનેક વિહાર