સમો સરણ દરબાર આજે સમોસરણ દરબારજી......
ત્રણ ભુવનના નાથ પધાર્યા, પધાર્યા સીમંધર નાથજી......
કેવળજ્ઞાન ગુણાકર પ્રગટ્યા, પ્રગટ્યા ચૈતન્ય દેવજી......
ૐકાર ધ્વનિના ધોધ છૂટ્યા, ઊછળ્યા સમુદ્ર અપારજી......
ઇંદ્રોએ મળી ઉત્સવ કીનો, ઘરઘર મંગલાચારજી......
ઘનઘન ઘનઘન ઘંટા વાગે, દેવ કરે જયકારજી......
સુવર્ણપુરે સમોસરણ પધાર્યા જિનેન્દ્ર દરબારજી......
જિનવર વૈભવ આજ નિહાળી હૈડા હરખી જાયજી......
અષ્ટ ભૂમિની શોભા અદ્ભુત, મહિમાનો નહિ પારજી......
સભા ભૂમિમાં મુનિ અર્જિકા, સુરપતિ નરપતિ વૃંદજી......
લયલીન બન્યા સહુ પ્રભુ ધ્વનિમાં અંતર આતમ ઊછળ્યાજી......
શ્રી તીર્થંકર વૈભવ કેરા ગુણો કેમ ગવાયજી......
ત્રણ ભુવનમાં મહિમા તારી મહિમાના ભંડારજી......
સ્વર્ગ પુરીથી ઇંદ્રો આવે નૃત્ય કરે જયકારજી......
કહાનગુરુના પરમ પ્રભાવે સમોસરણ નીહાળ્યાજી......
કહાનગુરુએ રહસ્ય ખોલ્યાં ખોલ્યા મુક્તિ મારગજી......
સેવકને પ્રભુ શરણે રાખો એ જ અરજ દિનરાતજી......